૨૦૨૧-૨૨માં શેરબજાર નવી ઉંચાઈને આંબશે
આખુ અઠવાડિયુ શેરબજાર વોલેટાઈલ રહે તેવી શકયતા: ૫૦,૦૦૦ને આંબ્યા બાદ વધુ ઉતાર-ચઢાવ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલુ ફૂલ ગુલાબી બજેટ દેશના ઉદ્યોગ ક્ષેત્ર અને ખાસ કરીને એમએસએમઈ સેકટર માટે અને આત્મનિર્ભર ભારતના ક્ધસેપ્ટને ઉજાગર કરનારૂ બની રહ્યું છે. કોરોનાની બે-બે રસી વિશ્ર્વના સૌથી વધુ દેશો લાઈનમાં ઉભા છે ત્યારે ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ અને મીડિયમ કેપ શેરોમાં આજે સરકારની ઉદાર નીતિનો અરીસો જોવા મળ્યો હતો અને બજારમાં ચારેકોર લેવાલી નીકળતા સેન્સેકસમાં આજે સુકનવંતો સોમવાર બની રહ્યો હતો.
ભારતીય શેરબજારોમાં બજેટથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે ૨.૪૬ કલાકે સેન્સેક્સ ૨૩૨૦ અંક વધી ૪૮૫૯૦ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૬૪૧ અંક વધી ૧૪૨૭૫ કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૫૭૦ અંક વધી ૧૪૨૦૭ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI , HDFC, HDFCબેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક ૯.૦૬ ટકા વધી ૯૨૨.૯૫ પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક ૫.૧૨ ટકા વધી ૫૬૪.૫૦ પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, TCS, HCL ટેકHULસહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ ૩.૨૦ ટકા ઘટી ૪૪૫૧.૩૦ પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા ૨.૪૮ ટકા ઘટી ૯૩૭.૮૦ પર કારોબાર કરી રહ્યો છે.
શેરબજાર માટે બજેટનો દિવસ ભારે ઉતાર-ચઢાવવાળો રહે એવી શકયતા છે. બજારની ચાલ બજેટના અગ્રણી સેક્ટરો સાથે જોડાયેલી જાહેરાતો પર નિર્ભર રહેશે.
બ્રોકરેજ ફર્મ એન્જલ બ્રોકિંગ લિમિટેડના જણાવ્યા મુજબ, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈન્સેન્ટિવ બેઝ્ડ સ્ક્રેપ પેજ પોલિસીની સાથે-સાથે એગ્રી, હાઉસિંગ અને ઈન્ફ્રા જેવાં ક્ષેત્રોમાં સુધારા માટે ઘણી જાહેરાત કરવામાં આવી શકે છે. એમાં રોકાણકારોને અશોક લેલેન્ડ, એસ્કોર્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, વર્લપૂલ ઈન્ડિયા અને કઈંઈ હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં ખરીદીની સલાહ છે. કંપનીના જણાવ્યા મુજબ બજેટના દિવસે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ.
સરકારી કંપનીઓના શેર ફોક્સમાં રહ્યાં હતા. સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અંતર્ગત અત્યારસુધીમાં ૧૯૪૯૯ કરોડ રૂપિયા એકત્રિત કરી શકી છે, જ્યાકે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના હતી. એવામાં આજે સરકારી કંપનીઓના શેર ફોકસમાં રહેશે, કારણ કે સરકાર પ્રાઈવેટાઈઝેશનની રકમ એકત્રિત કરવા સંબંધિત જાહેરાતો કરી હતી.