સેન્સેકસમાં 248 પોઇન્ટ અને નિફટીમાં 77 પોઇન્ટનો ઉછાળો
આજે સતત બીજા દિવસે ભારતીય શેરબનારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત બીજી દિવસે મજબુત બન્યો હતો. બુલીયન બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો.
આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમા ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસ 56820.89 ની સપાટીએ પહોચી ગયો હતો. જયારે નિફટીએ પણ ઇન્ટ્રાડેમાં 16920.35 ની સપાટી હાંસલ કરી લીધી હતી. આજની તેજીમાં ટાટા મોટર્સ, હિન્ડાલકો, ઇન્ડસઇન્ડઢ બેન્ક, આઇસર મોટર્સ રિલાયન્સ સહીતની કંપનીના શેરોના ભાવમાં 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે તેજીમાં પણ પાવર ગ્રીડ, નેસ્ટલે, આઇઓસી, એશિયન પેઇન્ટ, વોડાફોન આઇડીયા, ઝી એન્ટરઇન મેન્ટ, શ્રેનીક જપી કંપનીના શેરોના ભાવ તુટયા હતા. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો મજબુત બન્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે 248 પોઇન્ટના ઉછાળા સાથે 56561 નિફટી 77 પોઇન્ટના ઉછાળા સાથે 16848 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો 1ર પૈસાની મજબુતી સાથે 75.44 પર ટ્રેક કરી રહ્યો.