ચાર દિવસમાં આવેલી તેજીની સુનામીએ રોકાણકારોને માલામાલ કરી દીધા
માસના અંત સુધી શેરબજારનો ઉભરો જારી રહે તેવી શકયતા
બીએસઈ સેન્સેકસ પ્રથમ વખત ૩૬૦૦૦ની સપાટીને પાર કરતા રોકાણકારોને એક લાખ કરોડનો ફાયદો થયો છે. વૈશ્ર્વિક બજારોમાં છવાયેલી ત્તેજી અને સારા પરિણામોના પગલે આઈએમએફ દ્વારા ૨૦૧૮માં ભારતનો જીડીપી ગ્રોથ વધીને ૭.૪ ટકા રહેવાની આગાહીના પગલે ગઈકાલે એનએસસી અને બીએસસીમાં જબરી ત્તેજી જોવા મળી હતી.
મુંબઈ શેરબજારમાં સેન્સેકસ પ્રથમ વખત ૩૬૦૦૦ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એકસચેન્જમાં નિફટીએ પહેલીવાર ૧૧૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી હતી. આજે આ લખાય છે ત્યારે બીએસઈ સેન્સેકસ ૭ પોઈન્ટ ડાઉન છે. જયારે પણ કડાકો જોવા મળ્યો છે. નિફટી સ્મોલમાં ૮૧ પોઈન્ટ અને નિફટી મીડમાં ૧૧૮ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
બીએસઈ ઈન્ડેક્ષ સેન્સેકસ ૩૪૨ પોઈન્ટ ઉછળીને ૩૬૧૪૦ પર બંધ રહ્યો હતો. જયારે નિફટી ૧૧૮ પોઈન્ટ વધીને ૧૧૦૮૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગઈકાલે શેરબજારમાં લાલચોળ ત્તેજી જોવા મળતા રોકાણકારોમાં બલ્લે-બલ્લે થઈ ગઈ હતી. છેલ્લા ચાર ટ્રેડીંગ દિવસમાં શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટનો વધારો નોંધાયો છે. જેનાથી રોકાણકારોને હાશકારો છે. આમ પણ જાન્યુઆરી મહિનામાં શેરબજાર સારૂ વળતર આપતું હોવાનું કહેવાય છે. આ મહિનો માર્કેટ માટે સારો રહ્યો હોવાનું રોકાણકારો અનુભવી રહ્યાં છે.૧૯૭૯ સાલના એપ્રિલ માસમાં ૧૦૦ પોઈન્ટની સપાટીએ રહેલો સેન્સેકસ ૧૧ વર્ષના સમયગાળા બાદ ૧૯૯૦ની ૨૫મી જુલાઈએ ૧૦૦૦ પોઈન્ટની, ૧૫મી જાન્યુઆરી ૧૯૯૨ના ૨૦૦૦ પોઈન્ટ સુધી પહોંચ્યા બાદ ગઈકાલે ૩૯ વર્ષની તેની સફર દરમિયાન ૩૬૦૦૦ પોઈન્ટના મથાળે આંબી ગયો હતો. જો કે આ વધારો જાળવી રાખવો શેરબજાર માટે કેટલું સરળ કે કેટલું મુશ્કેલ છે તેનો અંદાજ લગાવવો સહેલો નથી.