સેન્સેકસે ફરી 57 હજાર અને નિફટીએ 17 હજારની સપાટી ઓળંગી
અબતક,રાજકોટ
ભારતીય શેર બજારમાં આજે મંગળવાર મંગળકારી સાબિત થયો છે. શેરબજારમાં આજે તેજી પરત ફરતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો. સેન્સેકસે 57 હજાર અને નિફટીએ 17 હજારની સપાટી ઓળંગી હતી.
ભારતીય શેરબજારમાં ચાલીઆવતી મહામંદી પર આજે બ્રેક લાગી જવા પામી હતી આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી મોટા ઉછાળા સાથે ખૂલ્યા હતા ઈન્ટ્રાડેમાં સેન્સેકસે આજે ફરી 57 હજારની સપાટી ઓળંગતા 57333.49 પોઈન્ટની સપાટી હાંસલ કરી હતી જયારે નિફટીએ પર 17 હજારની સપાટી કુદાવતા 17181.85ની સપાટી હાંસલ કરી હતી આજે અમેરિકી ડોલર સામે ભારતીંય રૂપીયો પણ મજબૂત બન્યોહતો. સોના અને ચાંદીના ભાવમાંપણ આજે ઉછાળા જોવા મળ્યા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 647 પોઈન્ટના ઉછાળા સાથે 57227 પોઈન્ટ અને નિફટી 196 પોઈન્ટના ઉછાળા સાથે 17150 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.