નિફટીએ પણ 16500 ની સપાટી ઓળંગી! રોકાણકારોમાં હરખની હેલી: ડોલર સામે રૂપિયો તુટયો
ભારતીય શેરબજારમાં આજે સતત ત્રીજી દિવસે તેજીનું તોફાન જોવા મળ્યું હતું. ઉઘડતી બજારે સેન્સેકસે પપ હજાર અને નિફટીએ 16500 ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઘોવાણ સતત ચાલુ છે. બુલીયન બજારમાં પણ આજે તેજી રહેવા પામી હતી.
આજે મુંબઇ શેરબજારમાં બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યા હતા ઉઘડતી બજારે સેન્સેકસે પપ હજારની સપાટી કુદાવી ઇન્ટ્રા ડેમાં પપપ23.52 ની સપાટી હાંસલ કરી હતી. જયારે નિફટીએ પણ 16500 ની સપાટી કુદાવતા 16565.45 ની ઇન્ટ્રાડે હાઇ સપાટી મેળવી હતી.
બેન્ક નિફટી અને નિફટી મીડકેપ ઇન્ડેકસમાં પણ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા. આજની તેજીમાં વેદાન્તા, ઓનએનજીસી, ચંબલ ફર્ટીલાઇઝર, એમ ફાર્માસીસ, રિલાયન્સ, એચયુએલ જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે બીજી તરફ તેજીમાં પણ આઇસીઆઇસી આઇ લોમ્બાર્ડ, એચપીસીએલ, એચડીએફસી લાઇફ, અને આરપીએલ બેન્કના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનું ઘોવાણ સતત ચાલુ છે.
આ લખાય રહયું છે ત્યારે સેન્સેકસ 678 પોઇન્ટના ઉછાળા સાથે 55445 અને નિફટી 197 પોઇન્ટના ઉછાળા સાથે 16538 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. જયારે એમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો બે પૈસાની નબળાઇ સાથે 79.76 ઉપર ટ્રેક કરી રહ્યો છે.