સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં: ડોલર સામે રૂપિયો 12 પૈસા તૂટ્યો

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે સવારથી શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે. જો કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ હજી યથાવત છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં કામ કરતા નજરે પડ્યા હતા. જ્યારે ડોલર સામે રૂપિયો તૂટ્યો હતો.

આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. વેચવાલીનું દબાણ વધતા બજારમાં તેજી થોડી નબળી પડી હતી. સેન્સેક્સે આજે ઇન્ટ્રાડેમાં 54,627.14નું ઉપલું લેવલ હાંસલ કર્યું હતું. જ્યારે નીચે 54,280.69 સુધી સરકી ગયો હતો. નિફ્ટીએ 16,275.50નું લેવલ હાંસલ કર્યા બાદ 16,157.90 સુધી નીચે સરકી ગયું હતું. બેંક નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ-100 નીચે પટકાયો હતો.

આજની તેજીમાં એસઆરએફ, લાર્સન, ઇન્ડિયા સિમેન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ જેવી કં5નીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એનબીસીસી, રેઇન ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયા બુલ હાઉસીંગ અને મેક્સ ફાઇનાન્સિયલ જેવી કં5નીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 120 પોઇન્ટના ઉછાળા સાથે 54,298 અને નિફ્ટી 32 પોઇન્ટના ઉછાળા સાથે 16,165 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.

જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસાની નરમાશ સાથે 79.31 પર કામકાજ કરી રહ્યો છે. બૂલીયન બજારમાં પણ આજે નરમાશ જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.