ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 59 હજારની સપાટી તોડી:બૂલીયન બજારમાં તેજી
ભારતીય શેરબજારમાં આજે મંદી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી દિવસ દરમિયાન સતત ઉતાર-ચઢાવમાં રહ્યા હતા. ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો હતો. જ્યારે બૂલીયન બજારમાં તેજી રહેવા પામી હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે વધુ એક વખત 59 હજારની સપાટી તોડી હતી. જ્યારે નિફ્ટી પણ 17,500ની નીચે ગરકાવ થઇ હતી.
ભારતીય શેરબજારમાં આજે સતત ઉતાર-ચઢાવ રહેવા પામ્યો હતો.
ઇન્ટ્રાડેમાં એક તબક્કે 58,760.09ના નીચલા લેવલે સરકી ગયા બાદ થોડો મજબૂત બની 59,170.87 સુધી પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 17,500ની સપાટી તોડી 17,499.25 સુધી સરકી ગયા બાદ 17,623.65 સુધી ઉંચકાઇ હતી. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ઉછાળા જોવા મળ્યા હતા. બૂલીયન બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ લખાઇ રહ્યું છે.
સેન્સેક્સ 32 પોઇન્ટના ઘટાડા સાથે 58,999 અને નિફ્ટી 3 પોઇન્ટના ઘટાડા સાથે 17,575 પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 79.78 પર ટ્રેડ કરી રહ્યો છે.