ભારતીય શેર બજારનો સુરજ હાલ મઘ્યાહન તપી રહ્યો છે. રોકાણકારોની તિજોરી પર રોશની પાથરી રહ્યો હોય તેમ રોજે રોજ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી રહ્યો છે. આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સ્ટેશનમાં ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીએ નવી ટોચ હાંસલ કરી હતી. રોકાણકારોની દશેય આંગણીઓ હાલ ઘીમાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેકસે 71 હજારની સપાટી કુદાવી નવો કિર્તીમાન હાંસલ કર્યો છે.
સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં પણ સેન્સેકસ નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી
ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સકસ અને નિફટીએ ઉઘડતી બજારે નવી સર્વોચ્ચ સપાટી હાંસલ હાંસલ કરી હતી. ભારતનું અર્થતંત્ર સતત મજબુત બની રહ્યું છે. બીજી તરફ અમેરિકી ફેડ બેંક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા શેરબજારમાં ચાલી આવતી એકધારી તેજીને બળ મળ્યું છે. આજે સેન્સેકસે ઇન્ટ્રા ડેમાં 71008.10 પોઇન્ટનો નવો હાઇ બનાવ્યો હતો.
સરકીને 70655..97 સુધી આવી ગયો હતો. જયારે નીફટીએ ગઇકાલે ર1 હજારની સપાટી કુદાવ્યા બાદ આજે 21337.15 નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. સરકીને 21235.30 સુધી સરકી હતી. બેન્ક નિફટી અને નિફટી મીડકેપ-100 માં પણ તોતીંગ ઉછાળા જોવા મળ્યો હતો. આજની તેજીમાં નાલ્કો, દિપક નિગીત, હિન્દ કોપર, જીએનએફસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ અને ટીસીએસ જેવી કંપનીના શેરોમાં ભાવમાં જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા. જયારે વોડાફોન, આઇડીયા, કામાત હોટેલ્સ અને કાનાણી ઇન્ડસ્ટ્રીઝ, સહિતની કંપનીના શેરોમાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
સેન્સેકસે આજે 71 હજારની સપાટી કુદાવી નવો કીર્તીમાન બનાવ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 491 પોઇન્ટના ઉછાળા સાથે 71005 અને નિફટી 153 પોઇન્ટના ઉછાળા સાથે 21336 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.