ભારતીય શેર બજાર પ્રતિદિન નવી સિઘ્ધીઓ હાંસલ કરી રહ્યું છે. બીએસઇનું માર્કેટ કેપ બુધવારે પ્રથમવાર 4 ટ્રિલીયન ડોલરને પાર થઇ ગયા બાદ આજે નેશનલ સ્ટોક એકસચેન્જના નિફટી ઇન્ડેકસે નવુ શિખર હાંસલ કર્યુ હતું. પ1 ટ્રેડીંગ સેશન બાદ આજે ઉઘડતી બજારે નિફટીએ નવો હાઇ બનાવ્યો હતો. શેરબજારમાં આજે તેજીના ઘોડાપુર જોવા મળ્યા હતા.

51 ટ્રેડીંગ સપાટી બાદ નિફટીએ બનાવ્યો 20263.75 નો નવો હાઇ: રોકાણકારો હરખાયા

નિફટીએ ગત 1પ સપ્ટેમ્બર-2023 ના રોજ 20,222.45 ની સપાટી હાંસલ કરી નવો ર્કિતીમાન બનાવ્યો હતો. પ1 ટ્રેડીંગ સેશન બાદ આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સ્ટેશનમાં નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફટીએ 20,263.75 ની નવી ઉંચાઇ હાંસલ કરી હતી. જો કે સરકીને 20,183.70 સુધી આવી હતી. આજે ભારતીય શેર બજારમાં તેજીના ઘોડાપુર જોવા મળી રહ્યા છે. સેન્સેકસ અને નિફટીમાં મોટા ઉછાળો જોવા મળી રહ્યો છે.

સેન્સેકસે પણ આજે ઇન્ટ્રાડેમાં 67452.66 ની સપાટી હાંસલ કરી હતી અને 67149.07 સુધી નીચે સરકયો હતો. બેન્ક નિફટી અને નિફટી મીડ કેપ-100 માં પણ તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. તમામ સેન્કરમાં તેજી જોવા મળી રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 432 પોઇન્ટના ઉછાળા સાથે 67420 અને નિફટી 125 પોઇન્ટના ઉછાળા સાથે 20260 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થોડી મજબૂતાય જોવા મળી રહી છે.

ભારતીય શેર બજાર પર વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. સ્થાનિક રોકાણકારો પણ રોકાણ કરવા માટે આકર્ષાઈ રહ્યા હોય જેના કારણે શેરબજારમાં એકધારી તેજી જોવા મળે રહી છે.ગઈકાલે ટાટા ટેકનોલોજી લિમિટેડના આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ થયા બાદ આજે ફ્લેર કંપનીના આઇપીઓનું પણ શાનદાર લિસ્ટિંગ થયું હતું.રોકાણકારો પર જાણે લક્ષ્મીજીનો સાક્ષાત્કાર થઈ રહ્યો હોય તેઓ માહોલ હાલ શેરબજારમાં જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ પણ નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરવા તરફ આગેકુચ કરી રહ્યું છે.બીએસસીનું માર્કેટ કેપ હાલ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી જવા પામ્યુ છે. એકધારી તેજીનું બીજું કારણ ભારતીય અર્થતંત્ર સતત મજબૂત થઈ રહ્યું હોવાનું મનાય રહ્યું છે.એક સમયે વિદેશી રોકાણકારોના જોરે શેરબજાર આગળ ચાલતું હતું આવે સ્થાનિક રોકાણકારો પણ તાકાતવર બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.