નિફ્ટીએ ૧૨૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં ફરી મંદીનું મોકાણ સર્જાય છે. સેન્સેક્સ અને નિફ્ટી ઊંધા માથે પટકાયા હતા. નિફ્ટીએ ૧૨ હજાર પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં ઉધડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં નરમાશ જોવા મળી હતી. રોકાણકારોમાં ખરીદીનો ઉત્સાહ ન દેખાતા દિવસભર સતત મંદી છવાઈ રહી હતી.
આજે ઈન્ટ્રા ડે માં નિફ્ટીએ ૧૨,૦૦૦ પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. બીજી તરફ અમેરીકી ડોલર સામે ભારતીય રૂપીયાો ૧૧ પૈસા મજબૂત બન્યો હોવા છતાં બજારમાં મંદીનું મહા મોજૂ ફરી વળ્યું હતું. મોટા ભાગના સેક્ટરલ ઈન્ડેક્ષમાં મંદી જોવા મળી હતી. મંદીમાં પણ ભારતીય ઈન્ફ્રાટેલ, કોટલ મહીન્દ્રા, ડો. રેડ્ડીઝ લેબ અને એચસીએલ ટેકના ભાવોમાં ઊછાળો જોવા મળ્યો હતો આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨.૩૦ કલાકે સેન્સેક્સ ૪૦૬ પોઈન્ટના કડાકા સાથે ૪૦,૩૭૩ અને નિફ્ટી ૧૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૮૯૫ પર ટ્રેડ કરી રહી છે. જ્યારે અમેરીકી ડોલર સામે રૂપિયો ૧૨ પૈસાની મજબૂતી સાથે ૭૧.૪૦ પર કામકાજ કરી રહ્યો છે.