સપ્તાહના અંતિમ દિવસે કડાકાના કારણે રોકાણકારોના શ્વાસ અધ્ધર:
બેન્કિંગ સેકટરના શેર ધોવાયા

આજે ટ્રેડીંગ સપ્તાહના અંતિમ દિવસે સેન્સેકસમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો બોલી જતાં રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. આજે સેન્સેકસ 3:32 કલાકે સેન્સેકસ 983 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

નિફટી ફીફટીમાં પણ 263 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. બેંક નિફટી 932 પોઈન્ટ ઘટી છે. આ ઉપરાંત મીડકેપ પણ 90 પોઈન્ટ ઘટ્યું છે. આ લખાય છે ત્યારે ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ડીવાઈસ લેબ અને ગ્રાસીમ સહિતના શેરમાં ઉછાળો છે. જ્યારે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા જેવા બેન્કિંગના શેર 4 ટકા સુધી ઘટી ગયા છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો 0.02 પૈસા નબળો પડ્યો છે.

આ લખાય છે ત્યારે અત્યારે સેન્સેકસ 48782 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી ફીફટી 14631 પર જ્યારે બેંક નિફટી 32781ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. આજે સોના અને ચાંદીમાં નજીવો ચડાવ-ઉતાર જોવા મળ્યો છે. સેલ, રિલાયન્સ પાવર, યશ બેંક જેવા શેરમાં નજીવી તેજી છે. આજે બેન્કિંગ સેકટર ધોવાઈ ગયું છે. મોટાભાગના બેંકના શેર તૂટ્યા છે. બેન્કિંગ ઉપરાંત ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ, કેમીકલ, યુટીલીટી, સિમેન્ટ અને ફૂડ એન્ડ બેવરેજીસના શેર પણ તૂટ્યા છે. એકંદરે ફાર્મા સેકટર સિવાય તમામ સેકટરમાં ગાબડા પડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.