સેન્સેક્સ ૪૯૦૦૦ અને નિફ્ટી ૧૪,૫૦૦ની નીચે; એક્સિસ બેન્ક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી સહિતના શેર ઘટ્યા
ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સેન્સેકસે વિક્રમી ૫૦૦૦૦ની સપાટી કુદાવ્યા બાદ બપોરે ૩:૦૦ કલાકે સેન્સેક્સ ૭૪૬ અંક ઘટી ૪૮૮૭૮ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૨૧૮ અંક ઘટી ૧૪,૩૭૧ પર કારોબાર કરી રહ્યો છે. ઘણા સમયથી શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ રહ્યો છે, જેનો ભોગ આજે પણ રોકાણકારો બન્યા હતા.
સેન્સેક્સ પર બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, એચસીએલ ટેક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો ૩.૮૩ ટકા વધી ૩૮૪૮.૫૦ પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ ૧.૦૭ ટકા વધી ૨૭૪૩.૭૦ પર કારોબાર કરી રહ્યો છે. જોકે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસી, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક ૧.૭૪ ટકા ઘટી ૬૬૪.૦૫ પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક ૦.૯૪ ટકા ઘટી ૧૪૬૦.૧૦ પર કારોબાર કરી રહ્યો છે.
શુક્રવારે એશિયાઈ બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૦.૫૦ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧.૨૮ ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૦.૮૩ ટકા ઘટી કારોબાર કરી રહ્યો છે, જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ૦.૩૮ ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.