નિફટીમાં પણ ૧૫૨ પોઇન્ટનો ઘટાડો: ટોચના શેર તૂટ્યા: બેન્કિંગ, ફાયનાન્સ, ટેલિકોમ, ઓટો મોબાઈલ, ફાર્મા અને સિમેન્ટ ક્ધટ્રકશન સહિતના સેકટરમાં ભારે વેચવાલીનું દબાણ
ભારે વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 470 અંક ઘટીને ૪૮,૪૪૨ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૧૯૪ અંક ઘટીને ૧૪,૨૩૮ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચડીએફસી બેન્ક, એસબીઆઈ, આઈસીઆઈ સીઆઈ બેન્ક, નેસ્લે, રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એચડીએફસી બેન્ક ૧.૮૮ વધી ૧૪૯૩.૯૦ પર કારોબાર કરી રહ્યો છે.
એસબીઆઈ ૧.૫૧ ટકા વધી ૩૦૮.૪૦ પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રિડ કોર્પ, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકી, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રિડ કોર્પ ૨.૪૯ ટકા ઘટી ૧૯૮.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી ૧.૮૭ ટકા ઘટી ૯૯.૪૫ પર કારોબાર કરી રહ્યો છે. નિફટીમાં ૧૫૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૦.૮૫ ટકા ઘટીને કારોબાર કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ૦.૯૦ ટકા પર કારોબાર કરી રહ્યો છે. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૦.૪૧ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં યુરોપિયન અને અમેરિકાનાં બજારો ઘટાડા સાથે બંધ થયાં હતાં.