સેન્સેક્સ-નિફટીમાં હરિયાળીથી રોકાણકારોની બલ્લે બલ્લે
શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી જોવા મળેલી હરિયાળીના કારણે અનેક રોકાણકારોને રાહત થઈ છે. આજે પણ સેન્સેક્સ ખુલતાની સાથે ૪૦૦ પોઇન્ટ ઉછલ્યો હતો. સેન્સેક્સ ૪૧૦૦૦ની સપાટી તરફ આગળ વધ્યો હતો.
આ લખાય છે, ત્યારે સેન્સેક્સ ૨૬૨ પોઇન્ટ વધીને ૪૦૭૭૧ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ફિફટીને પ્રમુખ શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
વર્તમાન સમયે શેરબજારમાં આવેલી તેજી ભવિષ્યમાં અર્થતંત્રની તંદુરસ્તી તરફ ઈશારો કરે છે. સ્થાનિક ડિમાન્ડ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ધૂમ મચાવશે ત્યારે ઓન પેપર આંકડાઓને વાસ્તવિક સ્થિતિ જવાબ આપશે. મોટાભાગની કંપનીઓ હાલમાં લોકડાઉન પૂર્વેની કામગીરીની સ્થિતિએ પહોંચી ગઇ છે.
ટીસીએસ અને વીપ્રોની બાયબેક, ઇન્ફોસિસે કંપની ખરીદી અન્ય કંપનીઓની પ્રોત્સાહક કામગીરી, સપ્ટેમ્બરના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કોર્પોરેટ ઇન્ડિયાની કામગીરીમાં સુધારાનો આશાવાદ જેવાં સંખ્યાબંધ સ્ટોક સ્પેસિફિક પ્રોત્સાહક અહેવાલો તેમજ શુક્રવારે આરબીઆઇએ રેપો રેટ યથાવત જાળવી રાખતાં માર્કેટમાં સાર્વત્રિક સુધારાની ચાલ જળવાઇ રહી છે. માર્કેટે બે સપ્તાહની સુધારાની આગેકૂચ નોંધાવી હતી.