બૂલીયન બજારમાં મંદીનો માહોલ: ડોલર સામે રૂપિયો ફ્લેટ

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટીએ ફરી એક વખત 16 હજારની સપાટી ઓળંગી હતી. બૂલીયન બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ફ્લેટ રહ્યો હતો. આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા દિવસ દરમિયાન તેજી જળવાઇ રહી હતી. નિફ્ટીએ આજે 16 હજારની સપાટી ઓળંગી હતી. જ્યારે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 53,755.56ની ઊંચી સપાટી અને 53,361.62ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.

નિફ્ટીએ આજે 16 હજારની સપાટી ઓળંગતા 16041.25નું લેવલ હાંસલ કર્યું હતું. જ્યારે 15,927.30 સુધી નીચે સરકી ગઇ હતી. આજે બજારમાં તેજી વચ્ચે બેંક નિફ્ટીમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ટીવીએસ મોટર, કમિન્સ, ટાટા ક્ધસ્ટ્રક્શન પ્રોડક્ટ સહિતની કંપનીઓના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે જીંદાલ સ્ટીલ, નિપોન, બિરલા સોફ્ટ અને ટાટા સ્ટીલ જેવી કંપનીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં મંદી વર્તાઇ હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 198 પોઇન્ટના ઉછાળા સાથે 53,614 અને નિફ્ટી 71 પોઇન્ટના ઉછાળા સાથે 16009 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફ્લેટ 79.87એ ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.