શેરમાર્કેટ ન્યુઝ
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ આજે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE Sensex નજીવા સુધારા સાથે 73,332 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty નજીવા ઘટાડા સાથે 22,080 પર ખુલ્યો હતો.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. જ્યારે આજે બજારની સપાટ શરૂઆત થઈ છે. BSE Sensex 4 પોઈન્ટના નજીવા વધારા સાથે 73,332 પર સપાટ ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 17 ( પોઈન્ટના ઘટાડા સાથે 22,080 પર ખુલ્યો હતો. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોના કારણે આજે બજારમાં નરમાઈ જોવા મળી શકે છે.
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોના કારણે આજે બજારમાં નરમાઈ જોવા મળી શકે છે. GIFT નિફ્ટી મામૂલી નબળાઈ સાથે 22,100 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન વાયદા બજારમાં નરમાઈ નોંધાઈ રહી છે. DOW ફ્યુચર 100 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે મોલાસેસની નિકાસ પર 50% ડ્યુટી લાદવામાં આવી છે. સતત 4 દિવસ વેચવાલી બાદ FII કેશમાં લેવલે આવી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠાને અસર થવાની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉતાર ચઢાવ છે. લાલ સમુદ્રમાં વધતા હુમલાઓને કારણે તેલના ટેન્કરો રૂટ બદલી રહ્યા છે. શરારા ઓઇલ ફિલ્ડ પછી, લિબિયામાં વિરોધીઓએ તેલ ગેસ સુવિધા બંધ કરવાની ધમકી આપી છે. બુલિયનમાં દાયરા બંધ વેપાર તથા બેઝ મેટલમાં રિકવરી નોંધાઈ છે.