ત્રણ દિવસની રજા બાદ માર્કેટ રેડ ઝોનમાં ખૂલતા રોકાણકારોમાં નિરાશા
RBI દ્વારા નવી ધિરાણ નીતિમાં વ્યાજદરોમાં કોઈ રાહત આપવામાં આવે તેવી શકયતા ખૂબજ નહિવત છે. બીજીતરફ વૈશ્ર્વિક બજારોમાં જોવા મળી રહેેલી મંદીના અમેરિકામાં શટડાઉનની દહેશત ભારત અને કેનેડા વચ્ચેના સતત વર્ણસી રહેલા સંબંધો અને ક્રુડ બેરેલના ભાવમાં સતત ઉછાળાના પગલે આજે ત્રણ દિવસની રજા બાદ ખૂલેલા ભારતીય શેર બજારમાં મંદીની મોકાણ જોવા મળી હતી સેન્સેકસ અને નિફટીમાં ઉઘડતી બજારે તોતીંગ કડાકા બોલી ગયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો પણ તૂટયો હતો.
ભારતીય શેર બજારમાં શનિવાર તથા રવિવારની નિયકિત રજા ઉપરાંત ગઈકાલે ગાંધી જયંતીની રજા હતી. ત્રણ દિવસની રજા બાદ આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખૂલ્યા હતા. સેન્સેકસે 65500ની સપાટીતોડી હતી. અને ઈન્ટ્રાડેમાં 65344.59ની સપાટી સુધી સરકી ગયો હતો. થોડી રિકવરી થતા સેન્સેકસ 65813.50 સુધી ઉંચકાયો હતો. નિફટીમાં પણ તોતીગ કડાકો બોલી ગયો હતો. નિફટીએ 19500ની સપાટી તોડી હતી. ઈન્ટ્રાડેમાં 19479.65 સુધી સરકી ગયા બાદ 19623.20 સુધી ઉંચકાય હતી. બેંક નિફટી અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાં પણ મોટા કડાકા જોવા મળ્યા હતા.
આજે મંદીમાં પણ મહાસાગર ગેસ, મારીકો, ફેડરલ બેંક, વેદાંત, અને પીએનબી સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે ઓએનજીસી, એમસીએકસ ઈન્ડીયા, આયસર મોટર્સ, એરોબીન્ટો ફાર્મા, એચડીએફસી બેંક, રિલાયન્સ, કોટક મહિન્દ્રા અને વોડાફોન આઈડીયા જેવી કંપનીના શેરોના ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જયારે શેર બજારમાં મંદી હોય ત્યારે બુલીયન બજારમાંતેજી રહે છે. પરંતુ આજે બુલીયન બજારમાં પણ નરમાશ જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો પણ તુટયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 439 પોઈન્ટના ઘટાડા સાથે 65389 અને નિફટી 146 પોઈન્ટના ઘટાડા સાથે 19494 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 17 પૈસાના ઘટાડા સાથે 83.21 પર ટ્રેડ કરીરહ્યો છે.