શેરબજાર ઐતિહાસિક સપાટીએ છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, જ્વેલરી, વીમા અને રિયલ એસ્ટેટ સહિતના સેકટરમાં ડોકિયું કરવું આવશ્યક
કોરોના બાદ અર્થતંત્રને કળ વળતાં શેર બજાર વોલેટાઈલ રહેવાની સાથે રોકાણકારોના શ્વાસ પણ અઘ્ધર કરી રહ્યું છે. જોકે, બજેટની અસરના કારણે સેન્સેક્સ સતત ઉપરની તરફ આગળ વધ્યો છે. આવા સંજોગોમાં કેટલાક ક્ષેત્ર એવા પણ છે જેની બજેટ અને સારી સ્ક્રિપ્ટના કારણે રોકાણકારોએ નજર રાખવી જોઈએ. આ ક્ષેત્રને રોકાણકારો અવગણી નહીં શકે.
બેન્ક
બેન્કિંગ સેક્ટર માટે બજેટમાં ઘણી મહત્વની જાહેરાત થઇ છે જેમાં જાહેર ક્ષેત્રની બેંકોને રીકેપિટલાઇઝેશન કરવું, ખાનગી સેક્ટરની ભાગીદારી વધારવી, કેપિટલ વધારવામાં આવશે. આવી સ્થિતિમાં એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઈંડુસીન બેંક અને કોટક મહિન્દ્રા બેન્ક સહિતની ખાનગી બેંકો તેમજ એસબીઆઈ જેવી સરકારી બેંકો ઉપર આગામી ટ્રેડિંગ ટ્રેક્ટર માં નજર રાખી શકાય તેમ છે.
સિમેન્ટ
અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને એસીસી જેવા સ્ટોકને બજેટમાં ૩૪.૫ ટકા વધુ ખર્ચની જોગવાઈની અડકાતરી અસર થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
માર્ગ અને પરિવહન મંત્રાલય હેઠળના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રૂ ૧ લાખ કરોડ જેવડી તોતિંગ રકમ ફાળવી છે આવી સ્થિતિમાં દિલીપ બિલ્ડકોન, આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અશોક બિલ્ડકોન જેવા સ્ટોક ઉપર ધ્યાન આપી શકાય.
ઈન્સ્યુરન્સ
બજેટમાં સરકારે વીમા સેક્ટરમાં ૭૪ ટકા વિદેશી મૂડીરોકાણની મંજૂરીની દરખાસ્ત કરી છે. જેનાથી વિદેશી મૂડીરોકાણ વીમા કંપનીઓમાં વધશે. સરકાર સંચાલિત વીમા કંપનીઓ ની ક્ષમતા પણ વધશે. એસબીઆઈ લાઈફ, આઈસીઆઈસીઆઈ લાઇફ, જનરલ ઇન્સ્યોરન્સ અને એચડીએફસી લાઇફ જેવા સ્ટોક ઉપર નજર રાખી શકાય.
રીયલ એસ્ટેટ
એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં એક વર્ષ સુધી કર રાહત આપવી અને દોઢ લાખ સુધીની લોનમાં વ્યાજ રાહત આપવા સહિતના નિર્ણયોથી રિયલ એસ્ટેટ સેકટર પર પોઝિટિવ અસર જોવા મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ સેક્ટરમાં મૂડીરોકાણ પણ વધશે. ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ, ઓબોરોય રિયાલિટી, પ્રેસટીઝ એસ્ટેટ જેવા શેરને અવગણી શકાય નહીં.
એનબીએફસી
સરફેસી એક્ટ હેઠળ એનબીએફસી માટે લોનની રકમની રિકવરીની મર્યાદા ઘટાડવાની દરખાસ્તો કરવામાં આવી છે જેનાથી એનબીએફસી સેકટરને ફાયદો થશે. માટે બજાજ ફાઇનાન્સ જેવી કંપનીના શેર રડારમાં રાખી શકાય.
જ્વેલરી
સોના સહિતની કિંમતી ધાતુઓ ઉપર થી ૧૨.૫ ટકાથી આયાત જકાત ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી છે. જેનાથી જ્વેલરી સસ્તી થશે. આ ઉપરાંત સેબી દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્શન બાબતે અનુકૂળ વાતાવરણ સર્જવામાં આવે તેવી આશાઓ પણ છે માટે ટાઈટન જેવી કંપનીઓમાં સળવળાટ થશે તેવી શકયતા છે.
બેવરેજીસ
આલ્કોહોલિક પીણા ઉપર કેન્દ્ર સરકારે ૧૦૦ ટકા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાખ્યો છે. બીજી તરફ કસ્ટમ ડ્યુટી ૧૫૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા પણ કરી છે પરિણામે આ ટ્રેક્ટર ને પોઝિટિવ અસર જોવા મળશે તેવું નિષ્ણાતોનું માનવું છે યુનાઈટેડ સ્પિરિટ્સ સહિતના આલ્કોહોલ સ્ટોક ઉપર નજર રાખી શકાય.