IPOINT LOGO FOR HEADER 1 7

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૭૯૩.૮૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૦૭૨.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૮૩૫.૬૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૯૫૬.૩૨ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૯૯.૮૫ સામે ૧૨૧૩૩.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૭૧૭ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૯૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૧૦૦ ના નીચા મથાળે નોંધાવી ૧૦૫ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૯૨૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૨૯૦ ના મથાળેથી ખુલીને ૪૪૩૩૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૧૭૦ ના નીચા મથાળે નોંધાવી ૨૧૫ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૨૯૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

7537d2f3 3

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત તેજી સાથે થઈ હતી. આર્થિક અધોગતિના સતત આવી રહેલા આંકડામાં જાહેર થયેલા સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિકના આર્થિક વૃદ્ધિ-જીડીપીના આંક ઘટીને ૪.૫%ની છ વર્ષની નીચી સપાટીએ આવી જવા, પાયાના ક્ષેત્રનો વૃદ્ધિ દર પણ ઘટીને ઓકટોબરમાં ૫.૮% આવી જવો, ઓકટોબર સુધીમાં જ ભારતની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષ માટેના બજેટ અંદાજના ૧૦૨.૪% પહોંચી જવી આ સહિતના નેગેટીવ આર્થિક પરિબળો ભારતીય અર્થતંત્રને ઘેરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર દ્વારા આ પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય અને દેશમાં મોટાપાયે બેરોજગારીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉદ્યોગો-કોર્પોરેટ જગત માટે હજુ યુદ્ધ ના ધોરણે પ્રોત્સાહનો-રાહતોના પગલાં રૂપે હવે સ્ટીમ્યુલસ પેકેજ, રિઝર્વ બેંકની ધિરાણ નીતિમાં વ્યાજ દરમાં ઘટાડા સહિતના આર્થિક નીતિ વિષયક પગલાં જરૂરી છે.જે આગામી દિવસોમાં જાહેર થવાની પૂરી શકયતા છે.

સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની સાથે આગામી સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમિટી(એમપીસી)ની ૩,ડિસેમ્બર અને પ,ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન વ્યાજ દરોની સમીક્ષા માટે મળનારી મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડા સાથે બજારોમાં નાણાની પ્રવાહિતામાં વધારો થાય એ માટે પગલાં જરૂરી છે. જે પગલાં જાહેર થવાના સંજોગોમાં બજારમાં આગામી સપ્તાહમાં કરેકશન અટકવાની અને ઉછાળાની શકયતા રહેશે અન્યથા બજારમાં કરેકશન જોવાય એવી શકયતા છે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ હોંગકોંગ મામલે અમેરિકી પ્રમુખની દરમિયાનગીરીના પરિણામે વિલંબમાં પડવાની પૂરી શકયતાએ બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર ફરી વકરશે કે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં ચાઈનાના નવેમ્બર ૨૦૧૯ મહિનાના સોમવારે જાહેર થનારા મેન્યુફેકચરીંગ પીએમઆઈ અને અમેરિકાના મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક પર રહેશે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૪૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૪ અને વધનારની સંખ્યા ૭૦૬ રહી હતી. ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આર્થિક મોરચે આ અધોગતિની પરિસ્થિતિ જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટીમ્યુલસ પગલાં નહીં લેવાયા તો વધુ વણસતી જવાની પૂરી શકયતાએ આગામી દિવસોમાં ભારતીય બજારોમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ ફરી રૂંધાવાની શકયતા રહેશે. આગામી સપ્તાહમાં બજારની નજર સંસદના ચાલી રહેલા શીયાળુ સત્રના ડેવલપમેન્ટ પર રહેશે. આ સત્રમાં ૨૩ જેટલા બિલ રજૂ થનારા છે. આ પરિસ્થિતિને જોતાં આગામી દિવસો ભારતીય શેરબજારોમાં પણ સાવચેતી સાથે ઈન્ડેક્સ બેઝડ કરેકશન અને કોન્સોલિડેશન જોવા મળે એવી સંભાવના છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર ( ૧૨૧૨૧ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઈન્ટ થી ૧૨૦૬૦ પોઈન્ટ, ૧૨૦૩૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ACC લિમિટેડ ( ૧૫૨૭ ) :- રૂ.૧૫૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૬ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૨૮ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૭ થી રૂ.૫૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૬૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.