ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને શેરબજારે વધાવી: બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.4.09 લાખ કરોડનો વધારો

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને શેરબજારે વધાવી છે. શેરબજાર આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સે પ્રથમ વખત 68 હજારની સપાટી વટાવી છે. તે 954 પોઈન્ટના વધારા સાથે 68,435ના સ્તરે ખુલ્યો હતો. આ તેની ઓલ ટાઈમ હાઈ છે. બીજી તરફ નિફટીએ પ્રથમ વખત 20,600ની સપાટી વટાવી છે.

ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર બજાર પર જોવા મળી છે અને પ્રી-ઓપન સેશનમાં જ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ  954 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 334 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. પહેલાથી જ નિષ્ણાતો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે ત્રણ રાજ્યોમાં ભાજપની જંગી જીતની અસર શેરબજારમાં જોવા મળી શકે છે.

પ્રી-ઓપન સેશનમાં જોરદાર ઉછાળા બાદ ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક નિફ્ટી સવારે 9.15 વાગ્યે નવા રેકોર્ડ ઊંચાઈએ 20,600ના સ્તરે ખુલી હતી. નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એસબીઆઈ અને એલએન્ડટી કંપનીઓના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. શેરબજારમાં ચૂંટણીની અસરના સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સેન્સેક્સ-નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 492.75 પોઈન્ટ એટલે કે 0.74% ના વધારા સાથે 67,481.19 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નિફટી-50 134.75 પોઈન્ટ એટલે કે 0.67%ના વધારા સાથે 20,267.90 ના સ્તર પર બંધ થઈ હતી.

બજારમાં આ ઉછાળા પછી,બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 4.09 લાખ કરોડ વધીને રૂ. 341.76 લાખ કરોડ થયું છે.  વિશ્લેષકોએ જણાવ્યું હતું કે 3 ડિસેમ્બરે જાહેર કરાયેલ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો બજાર માટે સકારાત્મક છે. સેન્સેક્સના 30માંથી 29 શેરો વધી રહ્યા છે.  માત્ર મારુતિના શેરમાં 0.36%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.  જ્યારે અદાણી ગ્રુપના તમામ 10 શેર વધી રહ્યા છે.  અદાણી એન્ટરપ્રાઈઝના શેર 6%થી વધુ ઊંચા વેપાર કરી રહ્યા છે.

તેજી સાથેનો બીજો દિવસ, રોકાણકારો માલામાલ

અગાઉ, સેન્સેક્સનો ઓલ-ટાઇમ હાઇ 67,927 હતો, જે 15 સપ્ટેમ્બરે બન્યો હતો. નિફ્ટીની સર્વકાલીન ઊંચી સપાટી 20,272.75 છે, જે તેણે 1લી ડિસેમ્બર, શુક્રવારના રોજ બનાવી હતી. હાલમાં સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ અને નિફ્ટી 300 પોઈન્ટ ઉપર છે. સેન્સેક્સના 30માંથી 29 શેરો વધી રહ્યા છે. માત્ર મારુતિના શેરમાં 0.36%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઈઝના શેર 8% કરતા વધુ ઊંચા વેપાર કરી રહ્યા છે.છેલ્લા 2 દિવસથી તેજી રહેતા રોકાણકારો માલામાલ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.