• ગુજરાતમાં પ્રાથમિક સારવારની વ્યાખ્યા જ બદલાય જશે

ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ 10,000થી વધારે સ્વયંસેવકોને મહત્વપૂર્ણ પ્રાથમિક સહાયની જાણકારી અને કુશળતાઓ સાથે સજ્જ કરવાનો છે અને એ પણ નિ:શુલ્ક એટલે કે કોઈ પણ પ્રકારનાં ચાર્જ વિના. “લાઇફસેવર” નામમાં જ એનું મિશન કે એનો ઉદ્દેશ સમાયેલો છે: તાલીમ મેળવનાર દરેક વ્યક્તિને સંભવિત જીવનરક્ષક કે લાઇફસેવર બનાવવાનો, કટોકટી દરમિયાન મહત્વપૂર્ણ અસર ઊભી કરવા સક્ષમ બનાવવાનો.

લાઇફસેવર પહેલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)માંથી ચિંતાજનક આંકડાઓને પરિણામે ઊભી થયેલી મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. આઇસીએમઆરનાં જણાવ્યાં મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 428,000 મૃત્યુ તબીબી સારવાર મેળવવામાં વિલંબને કારણે થાય છે. ગુજરાતમાં પ્રાથમિક સારવારની કુશળતાઓ ધરાવતા બાયસ્ટેન્ડર્સ ન હોવાથી દર વર્ષે અનેક લોકો મૃત્યુ પામે છે. લાઇફસેવરનો મુખ્ય ઉદ્દેશ તબીબી કટોકટી દરમિયાન ઉચિત અભિગમ અને સમયસર કામગીરી કરવાથી હોસ્પિટલમાં ભરતી અગાઉ મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.

લાઇફસેવરના ત્રણ તાલીમ કાર્યક્રમોમાં   જે પાયાની પ્રાથમિક સારવારની કુશળતાઓ પૂરી પાડી છે, જે લોકોને તબીબી કટોકટીમાં શું કરવું અને શું ન કરવું એ વિશે જાણકારી આપે છે. પછી એડવાન્સ્ડ ટ્રેનિંગ, જે રેપિડ રિસ્પોન્સ ટીમ્સ (આરઆરટી) તૈયાર છે. આ ટીમના સભ્યો જટિલ સ્થિતિમાં કટોકટીમાં ઊંડી જાણકારી ધરાવતી ટેકનિકોનો ઉપયોગ કરીને તબીબી વ્યવસાયિકોને ટેકો આપે છે. ત્યારબાદ ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમ સર્ટિફાઇડ કે પ્રમાણિત ટ્રેનર્સ તૈયાર કરે છે, જેઓ તેમનાં સમુદાયોનાં સભ્યોને પ્રાથમિક સહાય કેવી રીતે એ શીખવે છે, જેથી સતત અને બહુસ્તરીય અસર થશે.

આ પહેલ પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં એમડી અને સીઇઓ ડો. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, ” ચેતવણી વિના કટોકટી ઊભી થઈ શકે એવી દુનિયામાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાથી જીવન અને મૃત્યુ વચ્ચે ફરક પાડી શકાય છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ રાજકોટ અને ગાંધીધામના ઝોનલ ડાયરેક્ટર શ્રી રાજ કડેચાએ કહ્યું હતું કે: “ગયા વર્ષ દરમિયાન અમે એકાએક કાર્ડિયાક મૃત્યુઓમાં ચિંતાજનક વધારો જોયો છે, ખાસ કરીને આપણાં રાજ્યમાં 25થી 35 વર્ષની વયજૂથના યુવાનોમાં અમે સ્ટર્લિંગ-રાજકોટમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ અધિકારીઓ વચ્ચે મૂળભૂત સીપીઆર તાલીમ શરૂ કરી દીધી છે.

લાઇફસેવર એક સાથસહકારમાં થતો પ્રયાસ છે. જેમાં ઇઆર વિભાગના હેલ્થકેર વ્યવસાયિકો, નિષ્ણાત જેવું માર્ગદર્શન પૂરું પાડતાં સ્વયંસેવકો, તાલીમ અને ટેકો તથા જાગૃતિ લાવવાની પ્રક્રિયા સંકલાયેલી છે. આનો અમલ નિયમિત કાર્યશાળાઓ અને વર્ચ્યુઅલ તાલીમ સત્રો, વેબિનારો મારફતે સમગ્ર ગ્રૂપમાં અમારા તમામ એકમોમાં બહુસ્તરીય અભિગમ મારફતે થશે, જેથી બહોળી ભાગીદારી ઊભી થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.