ઉનાળો શરૂ થતાં જ લોકો ઘરની બહાર નિકડવાનું બંધ કરી દે છે તેનું મૂળ કારણ તડકાને લીધે કાળી પડતી ત્વચા છે. આ ઉપરાંત ઉનાળો એવો સમય છે જેમાં લોકો બીચ પર ફરવા જાય છે, પિકનિક પર જાય છે. પરંતુ તડકામાં ફરવાથી સ્કીન કાળી પડી જાય છે.
કાકડી
થોડી કાકડી લઈને બ્લેન્ડરમાં મેશ કરી લો. આ મિક્સચરને સ્કીન પર લગાવવાથી સનબર્ન ઝડપથી દૂર થશે. આ સિવાય તમે બ્લેક ટીનો પણ ઉપયોગ કરી શકો છો. સનબર્નથી છૂટકારો મેળવવા બ્લેક ટીનાં થોડાં ટીંપા અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી ફાયદો થશે.
બટાકાં
દિવસમાં બે વખત ઠંડા પાણીથી સ્નાન કરો જેથી કરીને સ્કીન ઠંડી રહે. છૂંદેલા બટાકાંને કાળી પડેલી સ્કીન અને જ્યાં ખંજ આવતી હોય ત્યાં લગાવો.
ફૂદીનો
ફૂદીનોએ કુદરતી રીતે શરીરને ઠંડક પહોંચાડે છે. એક ગ્લાસ ફૂદીનાનો જ્યૂસ પીવાથી પણ ફાયદો થશે. આ સિવાય એક કોટનબોલને વિનેગરવાળું કરી તેને સનબર્નવાળી જગ્યાએ લગાવી શકો છો. આ ઉપાયો તો છે જ પરંતુ ઉનાળાના બળતા તડકામાં બહાર નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ન ચૂકવું જોઈએ.
એલોવેરા
એલોવેરાથી સ્કીનમાં ઈન્ફેક્શન થતું નથી. એલોવેરા એક્સટ્રેક્ટને ફ્રિજમાં રાખો અને પછી સ્કીન પર લગાવો. સનબર્નથી મુક્તિ મેળવવા તમે ઠંડું દૂધ પણ લગાવી શકો છો.
ઓટ્સથી કરો સ્નાન
સનબર્નના કારણે ખૂબ જ ખંજ આવતી હોય તો ઓટમીલથી નહાવું જોઈએ. પાણીમાં ઓટ્સ નાંખીને નહાવાથી ખંજવાળમાંથી છૂટકારો મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com