હિતેશ રાવલ- સાબરકાંઠા:
તાઉતે વાવઝોડાએ રાજ્યભરમાં મોટી નુકસાની કરી છે. એમાં પણ ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં તહસ નહસ થઈ ગયું છે. ભારે પવન સાથેના વરસાદે ક્યાંક મસમોટા વૃક્ષોને ધરાશાયી કર્યા છે તો ક્યાંક વીજપોલ પડી ભાંગ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થયા છે. ત્યારે સાબરકાંઠામાં રીલાયન્સ મોલ સામે બની રહેલ કોમ્પલેક્ષના કારણે મકાનની દીવાલ ધરાશાઈ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે.
સાબરકાંઠામાં તાઉતે વાવાઝોડાએ હિંમતનગર નગરપાલિકાની પોલ ખોલી છે. બાંધકામો માટે પાલિકાની આડેધડ મંજુરીઓને કારણે સામાન્ય લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રીલાયન્સ મોલ સામે કોમ્પલેક્ષનું કામ ધમધમી રહ્યું હતું. પરંતુ એક જ વરસાદમાં ઘર પાછળની દીવાલો ધરાશાઈ થતા બે મકાનોના રહિશો ઘર વીહોણા થાય તેવી દહેશત ઉભી થઇ છે. તેમજ જો હજુ બીજો વરસાદ આવે તો વધુ બે મકાનો ધરાશાઈ થવાની ભીતિ તોળાઈ રહી છે.
કોમ્પ્લેક્ષના નિર્માણ અંગે અનેકવાર મકાન માલિકો દ્વારા તંત્રને રજુઆત કરવા છતા પરિણામ સુન્ય. તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણે તંત્ર હજુ મોટી હોનારતની રાહ જોઈ રહ્યુ તેમ લાગી રહ્યું છે.