દેશી ભાષાઓનું ભારતમાં કોઇ ભવિષ્ય નથી એવો સૂર કેરળની પૂર્ણા નદીને તીરે આવેલા આલુવે નગરમાં તા. ૧૬ થી ર૦ સપ્ટેમ્બરના દિવસોમાં સુરભિ નામક સંસ્થા દ્વારા આયોજીત માનસોત્સવ ૧૯૯૪ માં ભારતની રર ભાષાઓના લગભગ બસો જેટલા સાહિત્યકારો અને અન્ય વિદ્રગ્ધ શ્રોતાઓની હાજરીમાં, ત્રણ દિવસ સુધીની ભિન્નભિન્ન  ભારતીય ભાષાઓના સાહિત્યની ગતિવિધિથી અને સાહિત્યકારોની પોતાના સાહિત્ય અને સમય વિષેની ગોષ્ટિઓ ચાલ્યા પછી સાહિત્ય અકાદમી અને માનસોત્સવના અઘ્યક્ષ અને કન્નડા લેખકશ્રી અનંતમૂર્તિએ દેશ ભાષાઓનાં ભવિષ્ય સંબંધમાં તેમના વિચારો દર્શાવ્યા હતા, જેમાં દેશી ભાષાઓ મરી રહી હોવાનો ચેતવણીરૂપ પડઘો પાડયો હતો.

જેમાં દેશી ભાષાઓ મરી રહી હોવાનો ચેતવણીરૂપ પડઘો પાડયો હતો.તેઓ ખાસ તો આખા દેશમાં  અંગ્રેજી માઘ્યમની વધતી જતી શાળાઓને લીધે પોતાની માતૃ ભાષા  પણ સારી રીતે ન શીખતા નવી પેેઢીનાં બાળકો વિષે વાત કરતા હતા. જે ભાષાઓ શિક્ષણનું કંઇ નહિ તો પ્રાથમીક, માઘ્યમિક કક્ષાએ માઘ્યમ રહેતી નથી. એવી ભાષાઓ કાળાન્તરે વ્યવહારમાંથી લુપ્ત થતી જાય છે. દુનિયામાં કેટલીયે ભાષાઓ આમ મરી રહી છે.

કોઇપણ ભાષા એક રીતે સંસ્કૃતિનો પર્યાય પણ છે. ભાષા, લોપ પામવા સાથે આખી સંસ્કૃતિ પણ લોપ પામવા લાગે છે. અંગ્રેજી જે રીતે ચારેકોર વ્યાપી રહી છે, જે રીતે દરેક શિક્ષિત અને અશિક્ષિત મા-બાપ પણ પોતાના સંતાનોને અંગ્રેજી માઘ્યમની શાળાઓમાં ભણાવવા ઇચ્છે છે. એ જોતાં અનંતમૂર્તિએ છેક તે વખતે કરેલી ભવિષ્યવાણી એક બાજુ સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપણા બંધારણના પરિશિષ્ટ આઠમાં સ્વીકૃત ૧પ (હવે ઓગણીસ) ભાષાઓ ઉપરાંતની મૈથિલી, રાજસ્થાની, ભારતીય-નેપાળી વગેરે ભાષાઓનો સ્વીકાર કરે છે અને બીજી અન્ય એવી ઉપેક્ષિત ભાષાઓને જીવંત રાખવાની નીતી અખત્યાર કરે છે, તો બીજી બાજુ અંગ્રેજીના સર્વગ્રાસી પૂરમાં ભારતની બધી ભાષાઓ નિરુપાયે તણાઇ જાય છે એવી સ્થિતિ આપણે સરકારની ભાષાનિતીની ઘોર અનિશ્ચિતતાને કારણે રચાતી જાય છે. સરકારો અંગ્રેજી માઘ્યમની શાળાઓ ખોલવાની અનુમતિ આપે છે અને સરકાર દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા ચાલતી પ્રાથમીક માઘ્યમિક શાળાઓમાં દેશી ભાષાઓનું માઘ્યમ સ્વીકારાયું છે. પરિણામે બે વર્ગો રચાતા જાય છે.

અંગ્રેજી માઘ્યમમાં ભણેલા વિઘાર્થીઓ અને માતૃભાષા દ્વારા ભણેલા વિઘાર્થીનાઅંગ્રેજી આઝાદી પછી પણ આપણા દેશમાં  Language of Power-સત્તાની ભાષા બની છે. એટલે શાળાના સંચાલકો કે મા-બાપોનો વાંક કાઢી શકીએ એમ નથી, કારણ કે તેમને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે અને એ ભવિષ્ય તેઓ અંગ્રેજીમાં ભાળે છે. એટલે પ્રાથમીક, માઘ્યમિક બધી શાળાઓ ભવિષ્યની ચિંતામાં અંગ્રેજી માઘ્યની થતી જાય, તો બાળકો ઘરમાં વર્ણસંકટ માતૃભાષા બોલશે અને પછીની પેઢીઓ તો એ પણ ન બોલે એમ બને આજે પણ એવાં કેટલાક ઘર છે જયાં અંગ્રેજીનું પ્રચલન છે, ત્યાં માતૃભાષા વિસ્મૃત થતી જાય છે.

આપણો વિરોધ અંગ્રેજી ભાષા માટે નથી જ એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે અંગ્રેજી એક એવી વિશ્ર્વભાષાની કક્ષાએ પહોંચી છે, જેનો વિરોધ આપણે ભોગે જ કરી શકીએ, પણ એ વિશ્વભાષા આપણી માતૃભાષાઓને ગળી જાય એવી સ્થિતિનો વિરોધ એટલા માટે કરવો જોઇએ કે તો પછી આપણે આપણી સંસ્કૃતિ ખોઇ બેસીશું આપણાં મૂળિયાંમાંથી એક દિવસે ઊખડી જઇશું.

અંગ્રેજી માઘ્યમી શાળાઓમાં પોતાનાં બાળકોને ભણાવવાનું એક કારણ આપણે ત્યાં તો એક એ છે કે ગુજરાતી માઘ્યમની પ્રાથમીક માઘ્યમિક શાળાઓમાં અંગ્રેજીના યોગ્ય શિક્ષણનો અભાવ છે. અંગ્રેજીનો અભ્યાસક્રમ પાણીથીય પાતળો કરી નાખ્યો છે. વળી પાંચમામાંથી ભણીને આવે કે આઠામામાંથી ભણે બન્ને માટે ૮,૯ નો સરખો અંગ્રેજી નો અભ્યાસ ક્રમ રચાયો છે. આ કેટલું હાસ્યા સ્પદ છે. તે આપણા શિક્ષણવિદો સમજી શકતા નથી શું ? અંગ્રેજીને ઉચ્ચસ્તરે ભણાવવામાં આવે અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ માત્ર ગ્રંથાલયની ભાષા તરીકે નહિ વ્યવહારની ભાષા તરીકે પણ કરી શકે એ સ્તરે રાખવામાં આવે તો અંગ્રેજી ઉત્તમ થાય તો સંભવ છે કે અંગ્રેજી માઘ્યમનો મોહ ઓછો થાય.

પાંચમા-આઠમાનો વિવાદ હતો ત્યારે કવિ નિરંજન ભગતે એક સૂત્ર આપ્યું હતું. માઘ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી એ સૂત્ર ફરી ગજવવા જેવું છે. આપણાં બાળકોને અંગ્રેજી ઉત્તમ રીતે ભણાવો. પણ પ્રાથમીક માઘ્યમિક સ્તરે તો માઘ્યમ માતૃભાષા જ રહે તે ઇષ્ટ છે. અંગ્રેજી અભ્યાસક્રમનું સ્તર એટલું ઊચું હોય કે તે પછીનું ઉચ્ચશિક્ષણ ધારે તો અંગ્રેજી માઘ્યમમાં લઇ શકે. પરંતુ પ્રાથમિક-માઘ્યમિક કક્ષાએ માતૃભાષાને શિક્ષણમાઘ્યમ તરીકે સ્વીકારવી જોઇએ એ અંગે સરકારે એક નીતિ અપનાવવી જોઇએ.માતૃભાષાઓ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. આમાંની મોટા ભાગની ભાષાઓ સંસ્કૃત ભાષા ઉપરથી જ ઉતરી આવી છે. ભારતની મૂળભૂત સંસ્કૃતિનો આત્મા અને વૈભવ સંસ્કૃત ભાષા સાથે જ ઓતપ્રોત છે. આપણે વેદ્વિક સંસ્કૃતિનું આલેખન સંસ્કૃત ભાષામાં થયું છે.

ભારતીય સંસ્કૃતિના આત્માનું ખરેખરું દર્શન કવિ કુલગુરુ શ્રી કાલીદાસે જ કરાવ્યું છે. પુરાણકાલી ઉજજૈન- અવંતિકાની પુણ્યભૂમિને આ સરસ્વતી પુત્રે જ ધન્યતા બક્ષી છે.ગુજરાતી ભાષાની જનની સંસ્કૃત ભાષા જ છે. અત્યારે સંસ્કૃત ભાષા ઘણે અંશે લુપ્ત થઇ ચૂકી છે. જેને આપણે ગુજરાતીઓ દેશીભાષા કહીએ તે ગુજરાતી ભાષા છે. માતૃભાષા છે. ગુજરાતી કુળમાં બાળકના જન્મ પછી તે બોલવાનું શરુ કરે ત્યારે તેની જીભ પર પહેલા શબ્દ ‘મા’ આવે છે, જે શબ્દ આપણા દેશની લગગ એક સરખો છે.જે લોકોને સપનાં ગુજરાતીમાં આવે તે આ જન્મ ગુજરાતી છે. આજના જગતમાં અંગ્રેજી ભાષાના મહત્વનો સ્વીકાર કરતાં કરતાંય માતૃભાષા – દેશીભાષાને ઉવેખવાનું આપણને પાલવે તેમ નથી….!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.