નવા મેયર પ્રદિપ ડવની નિયુકિતને 6 માસ વિતવા છતાં ટેલીફોન ડીરેકટરીમાં મેયર તરીકે બિનાબેન આચાર્યનું નામ યથાવત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને સરળતા રહે મહાપાલિકાએ ધકકા ન ખાવા પડે તે માટે એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાં નાગરીકો પ્રોપટી ટેકસ, પ્રોફેશનલ ટેકસ, વોટર ચાર્જીસ, હોલ બુકીંગ સહીતની સુવિધાઓ ઘર બેઠા ઓનલાઇન કરી શકે છે. અને લોકોને કોઇ પ્રશ્ર્નો હોય, ફરીયાદ હોય તો પોતાના વિસ્તારના કોર્પોરેશનને જાણ કરી શકે તે માટે એપ્લીકેશનમાં મહાપાલિકાના મેયર સહીતના કોર્પોરેટરો તથા તમામ લગત વિભાગના અધિકારીઓના નામ નંબર સહીતની વિગતો દર્શાવવામાં આવે છે.
પરંતુ હાલ મેયર તરીકે ડો. પ્રદિપ ડવ સહીત નવા કોર્પોરેટર સાત મહીના થઇ ચૂકયા છે. નવા કમિશ્નર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યાને અંદાજે બે મહિના પૂર્ણ થયાં છે. પરંતુ હજુ પણ મહાપાલિકાની એપ્લીકેશનની ફોન ડીરેકટરીમાં જુના મેયર, કોર્પોરેટર અને અધિકારીઓના નામ યથાવત છે.
ત્યારે મહાપાલિકા એક તરફ ડીજીટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. લોકોને મહાપાલિકા, વોર્ડ ઓફીસ, સીવીલ સેન્ટર, કામગીરી માટે ધકકા ન ખાવા પડે તે માટે એપ્લીકેશન જે એપ્લીકેશન થકી તેઓ ઓનલાઇન વેરા ભરપાઇ સહીતની મહાપાલિકાને લગત કામગીરી કરી શકે છે. પરંતુ લોકોને પોતાના વિસ્તારના કોર્પોરેટર લગત વિભાગની કામગીરી ફરીયાદ માટે અધિકારીઓના નામ નંબરનો ઉપયોગ કરતા હોય પરંતુ નવા મેયર સહિત કોર્પોરેટર આવ્યાને વધુ સમય થયો હોવા છતાં જુની ફોન ડીરેકટરી યથાવત છે જેને અપડેટ કરવાની જરુરત છે. તેવું લાગી રહ્યું છે.