સ્પેનને ૩-૦થી હરાવ્યા બાદ ભારતની આશા હજુ પણ જીવંત!!
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમ હજુ પણ મેડલ જીતી શકે તેવી તક સાંપડી છે. ભારતીય હોકી ટીમ ફરી ટ્રેક પર વાપસી કરતી નજરે પડી રહી છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ૧-૭થી કારમી હારનો સામનો કરનારી ભારતીય ટીમે મંગળવારે તેની પૂલ-એ મેચમાં સ્પેનને ૩-૦થી હરાવી હતી. આ જીત સાથે ભારતની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા ૩ મેચમાંથી ૪ પોઇન્ટ સાથે, પૂલ-એમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયા ટોચ પર યથાવત્ છે.
ભારતીય હોકી ટીમ ૧૯૮૦ના ઓલિમ્પિક્સમાં સૌથી સફળ રહી હતી. ભારતે આ રમતમાં ઓલિમ્પિકમાં ૮ ગોલ્ડ, ૧ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જોકે ૧૯૮૦ મોસ્કો ઓલિમ્પિક્સ બાદ ભારતે કોઈ મેડલ જીત્યો નથી. ૧૯૮૦માં ભારતે ગોલ્ડ જીત્યો હતો. ભારત ૧૯૮૪માં પાંચમું, ૧૯૮૮માં છઠ્ઠો, ૧૯૯૨માં સાતમું, ૧૯૯૬માં આઠમું ૨૦૦૦માં સાતમું, ૨૦૦૪માં સાતમું સ્થાન મળ્યું. ૨૦૦૮ના બીજિંગ ઓલિમ્પિક્સમાં ભારત ક્વોલિફાઇ થઈ શક્યું ન હતું. ભારતીય ટીમ ૨૦૧૨માં ૧૨મું અને ૨૦૧૬માં ૮માં સ્થાન પર રહી હતી.
બીજી અને ભારતીય પુરુષ હોકી ટીમે જોરદાર વાપસી આકરી છે. ટીમે પૂલ-એ મેચમાં સ્પેનને ૩-૦થી હરાવ્યું છે. રૂપિન્દર પાળ સિંહે બે અને સિમરન જીત સિંહે એક ગોલ કર્યો હતો. અગાઉની મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે ૧-૭થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે, ભારત તેમના પૂલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતને હજી પણ વધુ પૂલ મેચ રમવાની છે.
ત્રીજા ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં સ્પેને ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્વાર્ટર-સમાપ્ત થયાનું હૂટર વાગી ચૂક્યું હતું. સ્પેને વીડિયો રેફરલ લીધો અને પેનલ્ટી કોર્નર મળ્યો. ભારતીય ડિફેન્ડરોએ તેના પર ગોલ થવા દીધો નહીં. મેચમાં સ્પેનને અત્યાર સુધી આઠ અને ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા છે. પેનલ્ટી કોર્નર પર સ્પેન કોઈ ગોલ કરી શક્યું નહીં. ભારતે પેનલ્ટી કોર્નર પર એક ગોળ કર્યો છે. ભારતનો ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નર પર જ થયો હતો.
પુલ-એની ટોપ ચાર ટીમમાં રહી ભારતે ક્વાર્ટર ફાઇનલમાં કરવી પડશે એન્ટ્રી
હોકીમાં પૂલ-એ અને પૂલ-બીમાં ૬-૬ ટીમો છે. પૂલ-એમાં ભારત છે. ભારત અને સ્પેન સિવાય ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના અને યજમાન જાપાનની ટીમ પણ છે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ભારતને પૂલમાં ટોપ-૪માં રહેવું પડશે. ભારતે તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને ૩-૨થી હરાવ્યું હતું પરંતુ ઓસ્ટ્રેલિયાએ પછીની મેચમાં ૭-૧થી હરાવ્યું હતું. આ પૂલમાં ટીમ રેન્કિંગમાં ફક્ત ઓસ્ટ્રેલિયા ભારતથી ઉપર છે.