ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આરોગ્ય બાબતે સૌથી વધુ બેદરકાર, સેનેટરી પેડ લગઝુરિયસ નહીં જરૂરીયાત છે માટે તેના પર ટેકસ લાગવો જોઈએ નહીં
માસિક દરમ્યાન મહિલાઓએ સ્વચ્છતા માટે સેનિટરી પેડનો ઉપયોગ કરવો જરૂરી છે. કારણકે તે એક લકઝરી નહીં પરંતુ આવશ્યકતા છે. એક અભ્યાસ પ્રમાણે જાણવામાં આવ્યું હતું કે, ભારતમાં હાલ પણ ૬૨ ટકા ૧૫ થી ૨૪ વયની યુવતીઓ સેનિટરી પેડને બદલે માસિક ધર્મ માટે કપડાનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે પ્રમાણે આ બાબત સામે આવી છે કે વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન બિહારમાં ૮૨ ટકા બિહારની યુવતીઓ માસિકમાં કપડા પર આધારીત રહે છે. ત્યારે છતીસગઢ અને ઉતરપ્રદેશમાં પણ સમાન પરિસ્થિતિ જ છે. ત્યાંની પણ ૮૧ ટકા યુવા મહિલાઓ પીરીયડસ દરમ્યાન કપડાનો ઉપયોગ કરે છે.
રિપોર્ટ પ્રમાણે જે મહિલાઓ આરોગ્યની કેળવણી રાખે છે. તેઓ નેપકીન, સેનિટરી પેડ અથવા ટેમ્પુનનો ઉપયોગ કરી છે. ૪૨ ટકા યુવા મહિલાઓ સેનિટરી નેપકીનનો ઉપયોગ કરે છે તો ૧૬ ટકા લોકલ ઉપલબ્ધ નેપકીનો પર આધારભુત હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં મહિલાઓ આરોગ્યની સંભાળ લેતી નથી. સૌથી વધુ ૯૩ ટકા સાથે મિઝોરમ આરોગ્યની સંભાળ લેવા સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. ત્યારબાદ ૯૧ ટકા તામિલનાડુ અને ૯૦ ટકા કેરલમાં યુવતીઓ સ્વચ્છતાની તકેદારી રાખે છે ત્યારે બિહાર, યુપી અને છતીસગઢમાં આ મામલે સૌથી વધુ બેદરકારી રાખવામાં આવી રહી છે.
આ મામલે મહિલાઓની સૌથી મોટી તકલીફ સેનિટરી પેડના ભાવ છે. જીએસટી બાદ સેનિટરી પેડ પર પણ ટેકસ લાદવામાં આવ્યો છે. સરકારે સમજવું જોઈએ કે સેનિટરી પેડ લગ્ઝુરિયસ નહીં પરંતુ મહત્વપૂર્ણ વસ્તુ છે તેના પર મહિલાઓને વધુ છુટ આપવી જોઈએ. આપણા દેશમાં માસિકને આજે પણ ટેબુ માનવામાં આવે છે ઘણી યુવતીઓ તેના વિશે ખુલીને બોલતી નથી. છોછ અનુભવે છે માટે તેઓ સરકાર પાસેથી અપેક્ષા રાખે છે.
દેશભરમાં ૫૦ ટકા મહિલાઓ છે માટે અડધો અડધ જનસંખ્યાનું આરોગ્ય સુરક્ષિત નથી. જો સેનિટરી પેડના ભાવ ઘટી જાય તો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ સેનેટરી પેડનો ઉપયોગ કરતી થઈ જાય અને મહિલાઓ માટેની આ એક મોટી રાહત સાબિત થશે.