રાજકોટ: રાજકોટની ભાગોળે વિંછીયા ગામના 80 વર્ષના સમજુબા લાકડીના ટેકે ધીમે ધીમે મતદાન મથક પર પહોંચે છે. સમયની સાથે સાથે સાંભળવાનું ને દેખાવાનું બહુ નહીં, પણ એમની દ્રષ્ટિ હજુએ એટલી જ તીક્ષ્ણ. સમજુબાને પૂછ્યું કે, મત શુકામ આપવો જોઈએ ? તો સમજુબાએ સમજદારીની વાત કરી કહ્યું કે, આપણી આજુ-બાજુના જે લોકો સારા કામ કરતા હોઈ તેને જીતાડવા તો પડેજને.

અનુભવે ઘણું શીખવ્યું હોઈ મતદાનનુ મહત્વ તેઓ સારી રીતે જાણે છે. સમજુબા સંગ્રામભાઇ કહે છે કે, દરેક મતદાનમાં મત તો આપવાનોજ.હા અને, જતા જતા પણ આડોસી પાડોસીની બહેનોને પણ મત આપવા જજો તેવી હાંક મારતા જાઈએ. સમજુ બાની જેમ દરેક નાગરિકે તેમના મતાધિકારનો સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.