તમામ ૨૪ દરખાસ્તોને બહાલી: કેકેવી સર્કલે અંડરબ્રીજ બનાવવા ક્ધસલ્ટન્ટની નિમણુંકરાજમાર્ગો પર ૧૯૫૦ ટવીન ગાર્બેજ બીન મુકવા રૂ.૧.૯૯ કરોડનો ખર્ચ મંજુર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૨૪ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂ.૧૩.૨૮ કરોડના વિકાસ કામોને લીલીઝંડી અપાઈ હતી.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના કાલાવડ રોડ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા કેકેવી સર્કલ ખાતે અંડરબ્રીજ બનાવવા માટેના કામ માટે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા ક્ધસલ્ટન્ટની નિમણુક કરવામાં આવી હતી. જેની ક્ધસલ્ટન્ટની ફી પેટે પ્રોજેકટ કોસ્ટના ૧.૩૫ ટકા રકમ ચુકવવામાં આવશે. ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં પાઈપલાઈન વિહોણા વિસ્તારોમાં આગામી ૩ વર્ષ માટે ટેન્કર અને ટ્રેકટર દ્વારા પાણી વિતરણ કરવા રૂ.૧.૮૨ કરોડ, વોર્ડ નં.૩માં રેલનગર, પોપટપરા વિસ્તારમાં બાકી રહેતા ભાગોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા રૂ.૨.૮૨ કરોડ, નાકરાવાડી સાઈટ ખાતે કચરો ઉપાડવાની કામગીરી તથા રીફયુઝ ગાર્બેજ ટ્રાન્સ્પેટેશનને લગતી કામગીરી માટે વાહનો તથા મશીનરીના ઓપરેશન અને મેન્ટેનન્સનો ત્રિમાસિક કોન્ટ્રાકટ માટે રૂ.૧.૫૦ કરોડ, શહેરના રાજમાર્ગો પર ૧૦૦ લીટરની ક્ષમતાની ૧૯૫૦ ટવીન ગાર્બેજ બિન મુકવા માટે રૂ.૧.૯૯ કરોડ, હેકેથોનમાં થયેલો રૂ.૮૮ હજારનો ખર્ચ, નાનામવા સર્કલ પાસે બનાવવામાં આવેલા ઈન્ટરેકટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ૧૬૬ કેવીએ ડીઝીસેટ માટે રૂ.૧૩.૭૮ લાખ, વોર્ડ નં.૪માં કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.૨.૬૬ કરોડ, મહાપાલિકા અને ગેસ્ફોર્ડ ચેસ કલબના સંયુકત ઉપક્રમે યોજાયેલી ઓપન ડીફેરેટીંગ ચેસ ટુર્નામેન્ટમાં થયેલો રૂ.૧૨.૫૫ લાખનો ખર્ચ મંજુર કરવા, નાકરાવાડી ખાતે આવેલી મહાપાલિકાની લેન્ડફીલ સાઈટ પર કચરાની હેર-ફેર માટે બે વર્ષ માટે બે એકસેવેટર વાહન ભાડે રાખવા રૂ.૫૬.૩૩ લાખ અને કચરાનું લેવલીંગ કાઉલર ડોઝર મશીન દ્વારા કરાવવાના કામનું ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.