બોલ-ટેમ્પરિંગ કૌભાંડને કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલા અને દુનિયાભરમાં પોતે જ પોતાની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને ૨૮મી જૂને શરૂ થનારી ગ્લોબલ ટી-ટ્વેન્ટી કેનેડા લીગ માટેના માર્કી પ્લેયર (સંબંધિત લીગનો સૌથી વધુ જાણીતો અને સૌથી મૂલ્યવાન ખેલાડી) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એ સાથે, સ્મિથ ક્રિકેટના મેદાન પર કમબેક કરશે.
સ્મિથ ઉપરાંત ક્રિસ ગેઇલ, આન્દ્રે રસેલ, શાહિદ આફ્રિદી, ડ્વેઇન બ્રાવો, ક્રિસ લીન, લસિથ મલિન્ગા, ડેવિડ મિલર, સુનીલ નારાયણ અને ડેરેન સેમીને આયોજકો દ્વારા પણ માર્કી પ્લેયર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે.
સ્મિથના રમવા પર ૧૨ મહિનાનો પ્રતિબંધ છે, પરંતુ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં રમવાની છૂટ આપી છે. જોકે, કેપ્ટન બનવા બાબતમાં તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.
છ ટીમો વચ્ચેની ગ્લોબલ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં પાંચ ટીમો કેનેડાની હશે અને છઠ્ઠી ટીમમાં માત્ર વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ હશે. ટીમોના નામ આ મુજબ રહેશે.
ટોરન્ટો નેશનલ્સ, મોન્ટ્રિયલ ટાઇગર્સ, ઓટાવા રોયલ્સ, વેનકુંવર નાઇટ્સ, વિનિપેગ હોક્સ અને કેરેબિયન ઑલ-સ્ટાર્સ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com