હરાજી માટે તેની બેઝ પ્રાઇઝ લગભગ બે કરોડ રૂપિયા રાખવામાં આવી
દુનિયાની પહેલી ટ્રિલિયન ડોલર કંપની પોતાના એક કોમ્પ્યુટરની હરાજી કરવા જઇ રહી છે. આ કોમ્પ્યુટર એપલ-1ને 1970ના દાયકામાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નિયાકે મળીને બનાવ્યું હતું. ત્યારે આ કોમ્પ્યુટર માત્ર 666 ડોલર (આજના લગભગ 46 હજાર રૂપિયા)માં વેચવામાં આવ્યું હતું. હરાજી માટે તેની બેઝ પ્રાઇઝ 3 લાખ ડોલર (લગભગ બે કરોડ રૂપિયા) રાખવામાં આવી છે. બોસ્ટનની આરઆર ઓક્શન કંપની સપ્ટેમ્બરમાં કોમ્પ્યુટરની હરાજી કરશે.
એપલ-1 આજે પણ કામ કરી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે, 1976થી 1977ની વચ્ચે જોબ્સ અને વોઝ્નિયાકે 200 કોમ્પ્યુટર ડિઝાઇન કર્યા હતા. તેમાંથી અત્યારે આશરે 60 બચ્યા છે. એપલના એક્સપર્ટ કોરે કોહેનના જણાવ્યા પ્રમાણે,જોબ્સ દ્વારા ડિઝાઇન કરેલા આ કોમ્પ્યુટરમાં અત્યાર સુધી તમામ પાર્ટ્સ ઓરિજિલન (1970ના દાયકાના જ) છે. તેનું કીબોર્ડ પણ 40 વર્ષ જૂનું છે. ટેસ્ટિંગ દરમિયાન તેને આઠ કલાક સુધી ચલાવીને જોવામાં આવ્યું, તેમાં કોઇ ખામી જોવામાં આવી નથી.