ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી એક લાખ કવિન્ટલ કરતા વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ
ગુજરાત સરકાર દ્રારા ખેડૂતોને તેમની ઉપજનાં પુરતા પ્રમાણમાં ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કાર્યવાહી હાલ યુધ્ધના ધોરણે પુરજોશમાં ચાલુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મુખ્ય સચિવ જે.એન.સિંઘના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડના મેનેજીંગ ડિરેકટર, મનીષ ભારદ્રાજની આગેવાની હેઠળ આ ખરીદી પ્રક્રિયા સંપુર્ણ પણે પારદર્શક રીતે થઈ રહી છે તેમજ ખેડૂતોને પણ આ ખરીદીીથી મળનાર આર્થિક લાભ તથા ઉપજના પુરતા ભાવો મળતા ખેડૂતોને પણ સંતોષ છે.ખરીદી પ્રક્રિયામાં ઝડપ લાવવા અન્ન નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા દ્રારા વિડીયો કોન્ફરન્સમાં સુચના આપતા જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાનાં પુરવઠા તંત્ર તથા જુનાગઢ કલેકટર, ડો. સૌરભ પારધી તથા ગીર સોમનાથ કલેકટર, અજયપ્રકાશ દ્રારા ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવા સુચારૂ આયોજન કરી અને દરેક ખરીદી કેન્દ્રો પર એક-એક એકસ્ટ્રા ટીમ તથા એકસ્ટ્રા ગ્રેડરના હુકમો કરી દરરોજ ૬૦ થી ૧૦૦ ખેડુતોને ખરીદી કેન્દ્રો ઉપર બોલાવી અને મગફળી ખરીદવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પગલા લેવામાં આવેલ છે.
ખરીદી પ્રક્રિયા પર ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્રારા પણ તેમનાં રીઝયોનલ અધિકારી જહાંગીર બલોચ દ્રારા સતત વીઝીલન્સ તપાસણી કરાઈ રહી છે અને આ ખરીદી પ્રક્રિયા સંપુર્ણ પારદર્શક પણે થઈ રહી હોય સરકારશ્રીના આ પગલાની ખેડુતવર્ગમાં સરાહના થઈ રહી છે. ખેડૂતોને પણ તેમની નોંધાયેલી મગફળી ખરીદાતા તેમને પુરતુ વળતર મળશે. ખેડુતલક્ષી આ કાર્યવાહીને સંપૂર્ણ પણે ખેડુતોનો પણ સહકાર મળેલ છે તેમ રીઝયોનલ અધિકારી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.