પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતના હસ્તે પાંચ દિકરીઓની સાસુને અપાયુ હીરો પ્લેઝર સ્કુટર
નુપુર ગ્રુપ દ્વારા કોઠારીયા સોલ્વન્ટની નારાયણ નગર પ્રાથમિક શાળા ખાતે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમુહલગ્નોત્સવમાં પાંચ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. સમુહ લગ્નોત્સવના આયોજક વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરિવાર એક સાથે રહે તે માટેનો અમારો આ પ્રયાસ છે. સમુહ લગ્નમાં તેઓ દ્વારા હિરો પ્લેઝર સ્કુટર દિકરીઓને નહી પરંતુ સાસુજીના નામે આપવામાં આવ્યું હતું. સાસુઓને કહેવામાં આવ્યું હતું કે, વહુ તમારી સાથે સારું વર્તન કરે તો આ સ્કૂટર આપજો. જયારે દિકરી અને વહુ ઘર છોડીને અલગ રહેવા જાય ત્યારે તેઓ આ ગાડી પાછી લઈ શકશે. પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું હતું કે અહીં સાસુ અને વહુના સંબંધ સારા રહે તે માટેનો પ્રયાસ કરાયો છે. સમુહ લગ્નમાં હિરો પ્લેઝર સ્કુટરની ચાવી મારા હસ્તક સાસુને આપવામાં આવી છે. જેથી હું આશા કરુ છું કે સાસુ આ સ્કુટર તેમની સૌથી લાડલી વહુને આપશે.