કચ્છમાં સંયુકત સાહસ માટે ૬૦૦૦ કરોડ પિયાનું રોકાણ પ્રથમ તબકકામાં કરાશે
ભારત અને ચાઇના વચ્ચે સીમા પરના વિવાદના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તનાવ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે ચાઇનાની સ્ટીલ કંપની ગુજરાતમાં રોકાણ કરશે. ચાઇનીઝ મુળનું સનરાઇઝ ગ્રુપ દ્વારા કચ્છના મુન્દ્રામાં પ્રવિણ કોટક સાથે મળી સ્ટીલ પ્લાન્ટ નાખવા જઇ રહી છે.તાજેતરમં ઓટો મેજર શોધહાઇ ઓટોમેટીવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે નિર્ણય કર્યો હતો. ચાઇનીઝ સ્ટીલ મેજર પ્લાન્ટ અમદાવાદની ક્રોમેની સ્ટીલ્સ પ્રાઇવેટ સાથે મળી કચ્છના મુન્દ્રા ખાતે હાલ સંયુકત સાહસ માટે ૬૦૦૦ કરોડોનું રોકાણ કરવામાં આવશે. આ કુલ રોકાણ ૧૦,૦૦૦ કરોડ વધારે હોવાનો અંદાજ છે. સનરાઇસ ગ્રુપ દ્વારા જાન્યુઆરી રાજય સરકાર દ્વારા યોજાયેલ વાઇબ્રન્ટ સમીટના માઘ્યમથી એમઓયુ સાઇન કર્યુ હતું.ક્રોમની સ્ટીલ કંપની લી. ૫ણ જુન ૨૦૧૭માં અમદાવાદમાં ખાનગી કંપની તરીકે નોંધણી કરાવી છે. જેના ૯ ડાયરેકટરમાં મહાવીર અગ્રવાલ, પ્રતિક મહેન્દ્ર શાહ, હર્ષ પ્રવીણ કોટક, અમીત મુલજીભાઇ વઘાસીયા, જીન સોંગચેન, જીનગીયાંગ શિયાંગ, જીયાન જીનાગ અને બીંગે શિયાંગ બન્યા છે. જેની સબસીડરી તરીકે સનરાઇઝ ગ્રુપ દ્વારા ૧૯૫ કરોડ ના રોકાણ સામે ૩૯.૬ કરોડ થી વધુ હાલ ફાળવી દેવામાં આવ્યા છે.સૂત્રો જણાવે છે કે કચ્છમાં આવેલ મુન્દ્રા જીલ્લામાં કુંદરાડી ગામમાં આવેલ રાપડિયા વિસ્તારમાં ૨૧૩ હેકટરની જમીન સરકાર દ્વારા ટુંક સમયમાં આ કંપની માટે ફાળવવામાં આવશે જેના પ્રથમ તબકકામાં કંપની દ્વારા ૬૦૦૦ કરોડ રોકાણ કરશે જયારે કુલ રોકાણ ૧૦,૦૦૦ કરોડ થી પણ વધારે છે.