રાજયના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રુપ દ્વારા એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર
ગાંધીનગર: વેલસ્પન ગૃપ દ્વારા કચ્છમાં ૧૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારાં સ્ટીલ પ્લાન્ટ અને આર્યન પાઇપ પ્રોજેક્ટ અંગે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગૃપ વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. થયાં છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ અને વેલસ્પન ગૃપના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ માથુરે એમ.ઓ.ઉ. પર હસ્તાક્ષર કર્યા હતા.
વેલસ્પન ગૃપના ચેરમેન ગોયેન્કા એમ.ઓ.ઉ. સાઇનીંગ વેળાએ જોડાયાં હતા. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપમેન્ટ અંતર્ગત વેલસ્પન ગૃપ પ્રોજેક્ટ શરૂ કરશે.જેમાં કચ્છના અંદાજે ૨ હજાર યુવાઓને રોજગારી મળશે. ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નવી ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંગે ઉદ્યોગો માટે યોજાયેલા વિશેષ ચર્ચા સત્ર દરમિયાન વેલસ્પન ગૃપે આ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.