રૂ૨.૨૫ લાખ કરોડના ટોચના ૧૨ ડિફોલ્ટરોમાંથી ત્રણ સ્ટીલ કંપનીઓ સામેલ
બેડ લોન્સ મામલે બેંકોની નાદુરસ્ત તબિયત ધણા સમયથી ચર્ચામાં છે. કુલ ૧૨ ખાતાઓ પાસે બેંકો રૂ.૨.૨૫ લાખ કરોડ જેટલી અધધધ રકમ માંગે છે. આ ૧૨ ખાતાઓમાં મુખ્ય ત્રણ ડિફોલ્ટર એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ અને ઈલેકટ્રોસ્ટીલ સ્ટીલ્સ છે.
નાણા વસુલવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ ત્રણેય મહાકાય કંપનીઓને સીલ કરે તેવા એંધાણ છે. કંપનીઓ પાસે પૈસા વસુલવા ટૂંક સમયમાં જોઈન્ટ લેન્ડર્સ ફોરમની બેઠક મળશે વિવિધ બેંકોનું એસ્સાર સ્ટીલ પાસે રૂ.૪૫૦૦૦ કરોડનું આઉટ સ્ટેન્ડીંગ છે. જયારે ભુષણ સ્ટીલનું રૂ૪૭૦૦૦ કરોડ અને ઈલેકટ્રોસ્ટીલ સ્ટીલ્સનું રૂ.૧૧,૦૦૦ કરોડનું આઉટ સ્ટેન્ડીંગ છે.
અસરગ્રસ્ત બેંકોએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં આ મામલે ઘા નાખવાની તૈયારી કરી લીધી છે. આલોક ઈન્ડસ્ટ્રીના ૨૨,૦૦૦ કરોડની આઉટ સ્ટેન્ડીંગ લોન માટે ઈન્સોલ્વેન્સીનું મેન્ડેટ એબીઆઈને મળ્યું છે.