રાજયમાં તસ્કરો બેફામ બન્યા છે જાણે તેમને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી તેવી રીતે ધોળા દિવસે પણ તેઓ બેફામ બનતા જાય છે ત્યારે વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં ધ્રોલના મંદિરમાં તસ્કરો ત્રાટકયા માતાજીને ચડાવેલ આભૂષણો તથા સોના ચાંદી રોકડ કુલ ૧ લાખની ચોરી કરીને નાસી છુટ્યા હતા ત્યારે આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ધ્રોલ તાલુકાના સોયલ ગામની છે જ્યાં ગામમાં આવેલ વેરાઈ ભવાની માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા રાત્રિના સમયે આવી અને મંદિરના દરવાજાના નકુચા તોડી તાળા તોડી મંદિરમાંથી માતાજીના ચડાવે ચાંદીના આભૂષણો તથા ચાંદી ની વસ્તુ મળી કુલ કિંમત ૭૬ હજાર તથા રોકડ રૂપિયા ૨૫ હજાર કુલ મળી ૧ લાખ ની ચોરી કરી હતી.
વેરાઈ- ભવાની માતાજીના મંદિરે કોઈ અજાણ્યા ચોર ઈસમો રાત્રિના સમયે આવી અને મંદિરના દરવાજાના નકુચા તોડી તાળા તોડી મંદિરમાંથી માતાજીના ચડાવે ચાંદીના આભૂષણો તથા ચાંદી ની વસ્તુ મળી કુલ કિંમત ૭૬ હજાર તથા રોકડ રૂપિયા ૨૫ હજાર કુલ મળી ૧ લાખ ની ચોરી થયાની જયંતીભાઈ નાથાભાઈ દલસાણીયા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ધ્રોલ પી.એસ.આઇ પી.જી પનારાએ વધુ તપાસ હાથ ધરી છે.