રાજકીય અગ્રણીની ભલામણ બાદ પોલીસે ચોરીનો નોંઘ્યો ગુનો
શહેરના કાળીયાબીડ ખાતે રહેતા માણેકલાલ ખંભાતીએ સી ડીવીઝન પોલીસ ઈન્સ્પેકટરને લેખીતમાં કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેઓને શહેરની મુખ્ય બજારમાં કેમ્બે સ્ટોર્સ નામની દુકાન આવેલી છે જે ભાડાની છે જેમાં ભોયતળીયે અને ઉપર બે માળ તથા દુકાનની બાજુમાંથી ઉપર જછાની કોમન ચાલ છે. જેનું તેઓ આ મિલ્કતના માલિક પટેલ ખીમજીભાઈ ભવાનભાઈના વારસ અને રેન્ટ કલેકટર અનંતરાય વૃજલાલ પટેલ છે. જે લાતી બજારમાં ધંધો કરે છે. તેમને નિયમીત ભાડુ ચુકવાય છે.
તેઓ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. પુત્ર તેજસભાઈએ દુકાન ખોલતા બાજુમાં આવેલ ઉપર જવાની ચાલ દાદરવાળી જગ્યાનું બારણુ જેને તાળે મારેલું તેની ચાવી તેઓ પાસે તથા ઉપરની બાજુએ અન્ય ભાડુત પાસે હોય છે. દાદરમાં પડેલો તથા ઉપરના માળે રાખવામાં આવેલ અમારો કેટલોક સામાન ચોરી થયાનું માલુમ પડતા આ અંગે તપાસ કરતા અને તેઓએ તેમના મકાન માલિક પુછપરછ કરતા તેઓએ મકાન કોઈને વેંચ્યુ નથી.
પરંતુ ગોપાલભાઈ ભરવાડ નામના શખ્સને ભાડાવાળી જગ્યા ખાલી કરાવવા વહિવટ સોંપેલ હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસો પહેલા ગોપાલભાઈ ભરવાડ ઈન્દુભાઈને રૂબરૂમાં જણાવેલ કે, તેઓએ ભાડુત હકક સહિતની મિલકત ખરીદ કરેલ છે. વેપારીએ રાજકીય અગ્રણીઓ મારફત ઉચ્ચ અધિકારીઓને ફોન કરાવતા અને તેમના સુધી વાત પહોંચતા અંતે સી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી હતી અને તે પણ માત્ર અજાણ્યા શખ્સ સામે રૂ.૨૦,૧૮૨/- રૂપિયાના માલ-સામાનના ચોરીની જ ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.કે.રાઠોડને સોંપવામાં આવી છે.