જલ એજ જીવન. પાણી બચાવો, પર્યાવરણ બચાવો. આ સૂત્રો કહેવા માટે સારા લાગે છે પણ એનું અનુસરણ થતું નથી. એક તરફ પાણીનો વેડફાટ થાય છે તો બીજી તરફ લોકો પાણીના ટીપે ટીપાં માટે વલખાં મારે છે. ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહેલાં સમાજની આ પરિસ્થિતિ છે તાજેતરમાં જ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે અમૂલ્ય પાણી ખરેખર કોઈ મોલ વગર મળવું જોઈએ પરંતુ મોંઘવારીનો માર અને ખર્ચનો ભાર પાણી પર પણ લાગી ગયું છે પેટ્રોલ ડીઝલ ગેસ અને દવાઓના ભાવ વધારા આપણને ધ્યાનમાં આવે છે પરંતુ ક્યારેય પાણીની વધતી જતી કિંમત વિશે કોઈ વિચારતું નથી સમયની સાથે પાણી પણ મોંઘું બન્યું છે.
અંગ્રેજોનું શાસન જ્યારે આપણને ભારે પડી રહ્યું હતું ત્યારે અંગ્રેજોનું શાસન ઘટે તો દેશમાં ઘી દૂધની નદીઓ વહે તેવી કલ્પના કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્રની ખાસ કરીને ગીરમાં દૂધના પૈસા લેવામાં આવતા નહીં આજે પરિસ્થિતિ એ છે કે આ જ મુલકમાં પાણીના પણ દામ દેવા પડે છે બદલાતા સમયની સાથે કેવી રીતે પાણી પણ મોંઘુ થતું જાય છે અનેક એવા વિસ્તારો એવા છે જ્યાં પીવાના પાણીની આજે પણ ખાસી તકલીફો છે.
લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. આ સ્થિતિ પ્રજાની સાથો-સાથ સરકાર માટે પણ ચિંતા જગાવે તેવી છે. દર વર્ષે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમામ ગામોને ઘરઆંગણે નળ દ્વારા પીવાના પાણીની સુવિધાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 16 વર્ષમાં પીવાના પાણીના દરમાં 400 ટકાથી પણ વધુ વધારો થયો છે. 2007થી પાણીના દરો નક્કી કરવામાં આવ્યા હતા.
પાણી એક એવો મુદ્દો છે જે પ્રજા સાથે સીધી રીતે જોડાયેલો છે. પાણી માટે વર્ષોથી લોકો હેરાન થતાં આવ્યાં છે. પીવાના પાણીની વાત હોય કે પછી ખેડૂતોએ ખેતીકામ માટે પીયત માટે માંગેલાં પાણીની વાત હોય પાણીનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. બદલાતા સરકારો માટે પણ પાણીનો મુદ્દો મહત્ત્વનો રહ્યો છે.પીવાના પાણી માટે, ઉધોગો માટે, ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા. 2007માં ઠરાવનો અમલ કરાયો ત્યારે પીવાના પાણી માટે દર હજાર લિટરનો દર એક રૂપિયો હતો જે આજે 5.05 રૂપિયા છે. ઉદ્યોગો માટે ત્યારે દર પ્રતિ હજાર લિટરે દર રૂ. 8 હતો જે આજે દર રૂ. 41.77 છે. પીવાના પાણીના દરોમાં 16 વર્ષમાં 400 ટકાનો જ્યારે ઉદ્યોગોને અપાતા પાણીના દરોમાં 422 ટકા વધારો થયો છે. એક અંદાજ મુજબ દર વર્ષે પાણીના ભાવમાં 10 ટકાનો વધારો થયો.
ઉદ્યોગોને અપાતા પાણીમાં 422 ટકા અને ખેતીમાં અપાતા પાણીમાં 106 ટકાનો ભાવ વધારો થયો છે. ઓવર ઓલ છેલ્લાં 16 વર્ષમાં ગુજરાતમાં પાણી 400 ટકા મોઘું થયું. એ સાચી વાત છે કે વિકાસ અને સવલત ની કિંમત અદા કરવી પડે પરંતુ કુદરતી સંસાધનોમાં હવા અને પાણી એ કુદરતની સંપત્તિ છે ત્યારે તેની વ્યવસ્થા નિભાવ અને ઉપયોગ માટેના વ્યવસ્થાપનનો ના સંચાલકોને પાણી જીવન આવશ્યક વસ્તુ ગણીને તેના ખર્ચમાં માપ રાખવું જોઈએ અત્યારે બજારમાં એક લીટર પાણીની બોટલ ₹20 માં વેચાય છે ઠેર ઠેર વટે માર્ગો માટે પાણીની વાવો અને પરબ પુણ્યની સંસ્કૃતિ ધરાવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવે મફત પાણીની ઉપલબ્ધિ પછાતપણાનો લેબલ મેળવી ચૂકી હોય તેમ ક્યાંય મફત પાણી મળતું નથી વેચાતું પાણી લઈને પીવું એ મજબૂરી ગણવી કે સાહ્યબી એ ચર્ચાનું નહીં પણ મનોમંથનનો વિષય બની ગયો છે. દરેક સુવિધા ની કિંમત હોય પણ પીવાના પાણી જે રીતે મોંઘું થતું જાય છે તે ચિંતા નો વિષય છે