90674 ક્યુસેક પાણીની આવક આવી: ડેમની સપાટી 131.45 મીટરે પહોંચી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમમાં નવી 27 સે.મી.ની આવક થવાના કારણે હાલ ડેમની સપાટી 131.45 મીટરે પહોંચી જવા પામી છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 27 સેન્ટી મીટરનો વધારો થવા પામ્યો છે. 138.68 મીટરની ઉંચાઇ ધરાવતા ડેમની સપાટી 131.45 મીટરે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ પ્રતિ મિનિટ 90674 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.