ધો.3 થી 5ના વિદ્યાર્થીઓને 19મી સુધીમાં કસોટીઓની કોપી પહોંચતી કરવી પડશે
અબતક, રાજકોટ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓ માટેની એકમ કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે 20 અને 22મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. જે માટે ધો.3 અને 4માં પર્યાવરણ અને ગુજરાતી, ધો.5માં હિન્દી અને ગુજરાતી, ધો.6 થી 8માં ગુજરાતી, ગણિત અને હિન્દીની કસોટી લેવાશે.
અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ઓગષ્ટ માસમાં ધો. 3 થી 5માં પર્યાવરણ અને ગણિત અને ધો.6માં વિજ્ઞાન વિષયની સામાયિક કસોટી લેવામા આવી હતી. હવે આગામી 20મીથી 22મી દરમિયાન ધો. 3 અને 4માં પર્યાવરણ અને ગુજરાતી, ધો.5માં હિન્દી અને ગુજરાતી, ધો.6 થી 8માં ગુજરાતી, ગણિત અને હિન્દી વિષયની કસોટી લેવાશે.
આગામી 19મી સુધીમાં ધો.3 થી 5ના વિદ્યાર્થીઓ સુધી કસોટીની હાર્ડ કોપી અથવા સોફ્ટકોપીમાં પહોંચતી કરવાની રહેશે. ધો.6 થી 8ની કસોટીઓ આ જ તારીખ દરમિયાન જે દિવસે વિદ્યાર્થીઓ શાળામાં આવે એ દિવસે લેવાની રહેશે. જે વિદ્યાર્થીઓ શાળામાં આવતા જ ના હોય તેમને ઘરે કસોટી પહોંચતી કરવાની રહેશે.
ધો.3 થી 5ની કસોટી વાલીઓ અને વિદ્યાર્થીઓની અનુકુળતાએ વિદ્યાર્થીઓ-વાલીઓની દેખરેખ હેઠળ ઘરેથી આપવાની રહેશે. શાળામાં ન આવતા ધો.3 થી 8ના વિદ્યાર્થીઓની કસોટીની ઉતરવહીઓ 1લી ઓક્ટોબર સુધીમાં વાલીઓ મારફતે શાળા સુધી પહોંચતી કરવાની રહેશે.