પોલીસ કમિશનરનું જાહેરનામું: તા. ૨૧ પછી મર્યાદિત સંખ્યામાં સામાજીક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોને મળશે પરવાનગી

કોરોનાની મહામારીને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન બાદ અર્થતંત્રની ગાડી પાટે ચડાવા અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે અનલોક ૩ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ૪ માં નવી ગાઈડલાઈન સાથે જાહેરનામું બહાર પાડી થોડી છૂટછાટ આપવામાં આવી છે. જસ અંતર્ગત શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પડેલા જાહેરનામનો ચુસ્ત પણે અમલ કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. રાજકોટ સહીત દેશભરમાં કોરોનાની મહામારી વચ્ચે લોકો જજુમી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૪ની ગાઇડલાઇન જાહેર કર્યા પછી રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં પણ અનલોક ૪ની ગાઇડલાઇન મુજબ પાલન કરાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અનલોક-૪ની ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં કોરોના અટકાવવા માટે કંટેનમેન્ટ ઝોન અને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં ૨૪ કલાક સુધી લોકડાઉન અમલમાં રહેશે આ વિસ્તારમાંથી બહાર જવા ઉપર પ્રતિબંધ રહેશે તેમજ ચારથી વધુ લોકોએ એકઠું ન થવું, તમામ ઉદ્યોગો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ચાલુ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ ૨૧ તારીખ પછી ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાએ વાલીઓની સહમતીથી કોઈપણ માર્ગદર્શન શિક્ષકો પાસેથી મેળવી શકશે, હોટલો રેસ્ટોરન્ટ હવેથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે, બાગ બગીચા પણ ખુલ્લા રહેશે, રીક્ષા-કારમાં ડ્રાયવર સહીત ૩ અને બાઇકમાં ૨ જ મુસાફરોને સવારી કરવી, માસ્ક ફરજીયાત પહેરવું માસ્ક નહિ પહેરનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે આ સહિતની તકેદારી રાખવા અને લોકોને કોરોનાથી બચવા નિયમોનું પાલન કરી જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. જિમ-યોગા કલાસીસ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે ખુલા રહેશે. નાટ્યગૃહ, સિનેમા, સ્વિમિંગ પુલ, વોટરપાર્ક અને પાણી સંગ્રહાલય જેવા પર્યટન સ્થળો પર થી હજુ પાંબાંધી હટી નથી. તમામ ધાર્મિક સ્થળો સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લા રહેશે. આગામી ૨૧મી સપ્ટેમ્બરથી ધાર્મિક સ્થળો ખાતે કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ. સામાજિક, રાજકીય, રમત-ગમ્મત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૧૦૦ માણસો થી વધુ ભીડ કરી શકાશે નહિ. પરંતુ ઓપન એર થિયેટરો ૨૧મી સપ્ટેમ્બર બાદ ખુલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.