ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની આગામી મે માસમાં પરીક્ષા યોજાનાર છે. ત્યારે હવે કોરોનાની મહામારી પણ ઓછી થતાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દેવામાં આવે છે. કોરોનાને લીધે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ પણ મોડી લેવામાં આવનાર છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે યાદી બહાર પાડવામાં આવી છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજથી આગામી ૧૨મી માર્ચ સુધી બોર્ડની વેબસાઈટwww.gs eb.org પર ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત નાપાસ થયેલા અને રીપીટર વિદ્યાર્થીઓ પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી ત્યારે આજે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા માટે સાઈટ ઓપન કરી છે અને વિદ્યાર્થીઓ એક માસના સમયગાળા સુધીમાં પોતાના ફરીક્ષા ફોર્મ ભરી દેવાના રહેશે.
Trending
- National Milk Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ!
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી
- #ઘટે નઈ કઈ : મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં ગુજરાતી કલાકારોનો જમાવડો
- વ્યવસ્થા અને પરિસ્થિતિ અંગેનું માર્ગદર્શન આપતા પોલીસવડા પ્રેમસુખ ડેલુની
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત