કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા-કોલેજો બંધ પડી છે. આ સાથે ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઇન પરીક્ષા શરૂ કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. માસ પ્રમોશન કેવી રીતે આપવું તેના માટે ગાઈડલાઈનો બહાર પાડી છે. જયારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ધોરણ 12 (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ની માર્કશીટ બનવાતી વખતે ઘણા સૂચનો આપ્યા છે.
શાળા સંચાલક મંડળે બોર્ડને પત્ર લખી જણવ્યું છે કે, ‘ રેગ્યુલર વિધાર્થીઓ જે ધોરણ 12માં અભ્યાસ કરે છે. જયારે તમે તેની માર્કશીટ બનાવો ત્યારે ધોરણ 10ના પરિણામ પર આધાર ના રાખો. આધાર ના રાખવાનું કારણ એ છે કે ધોરણ 10 પછી આગળ ભણતર માટે અલગ પ્રવાહો પડે છે. જેમાં મુખ્યતેવ આર્ટસ, કૉમર્સ, સાયન્સ અને ડિપ્લોમાનો સમાવેશ થાય છે. ધોરણ 10 પછી વિધાર્થી તેની રુચિ મુજબ પ્રવાહ પસંદ કરે છે. એટલા માટે ધોરણ 12ની માર્કશીટ બનાવા માટે તમે ધોરણ 10ની માર્કશીટને પાયો ના ગણી શકો.
શ્રમયોગીઓને હવે કચેરીએ ધક્કા નહીં ખાવા પડે, ઇ-નિર્માણ પોર્ટલ અને એપ્લિકેશન લોન્ચ
આ સાથે ધોરણ 12ની માર્કશીટ માટે ધોરણ 11ને પણ પાયો ગણવો ના જોયે. વર્ષ 2019-2020માં ભણતા ધોરણ 11ના વિધાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવેલુ હતું. તેથી વર્ષ 2020-2021માં ભણતા ધોરણ 12ના વિધાર્થીઓને ધોરણ 11ની માર્કશીટ મુજબ પરિણામ નક્કી ના કરવું જોયે.
શાળા સંચાલક મંડળે બોર્ડને સુજાવ આપતા કહ્યું કે, ‘ધોરણ 12ના રેગ્યુલર વિધાર્થીઓની માર્કશીટ બનાવા માટે તમે વિધાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન જે એકમ કસોટીઓ અને શાળાકીય પરીક્ષાઓ આપેલી છે. તેના માર્ક મુજબ તમે તેમનું પરિણામ નક્કી કરી શકો છો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ને શાળા મંડળે સુજાવ આપતા પત્રમાં જણાવ્યું કે, ‘એન્જીનરીંગ, મેડિકલ કે બીજા અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધોરણ 12ના પરિણામના 60% અને નીટ અથવા ગુજસેટ જેવી પરીક્ષાના 40% માર્ક ગણી આગળ પ્રવેશ આપવામાં આવે છે. જયારે આ વખતે ધોરણ 12ના પરિણામના 30% અને નીટ અથવા ગુજસેટના 70% માર્ક ગણવા. તેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.