ધો.૧૦માં ૧૦.૮૦ લાખથી વધુ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૪ લાખ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૩ લાખ છાત્રો પરિક્ષા આપશે: ધો.૧૦ના ૨૯ નવા કેન્દ્રને મંજૂરી

ગાંધીનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.  આ બેઠક બાદ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું  છે. ધોરણ ૧૦ની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે અને ૧૭ માર્ચે પૂર્ણ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે એકેડમિક કેલેન્ડર જાહેર કરાયું છે. જે મુજબ માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષાઓ માર્ચથી શરૂ થશે.

નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ ૨૪૬ દિવસો રહેશે. જ્યારે ૪મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે. ધો. ૯ અને ૧૧ માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા ૭ એપ્રિલથી ૧૮ એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૮૦ રજાઓ રહેશે.જેમાં દિવાળી વેકેશનની ૨૧, ઉનાળાની રજાઓ ૩૫, જાહેર રજા ૧૮ અને સ્થાનિક રજા ૬ રહેશે. આમ આ બેઠક બાદ પરીક્ષા અંગેની બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. હવે બોર્ડની પકીક્ષાને ગણતરીના મહિનાઓ જ બાકી હોવાથી છાત્રો માટે પણ હવે ટાર્ગેટ નક્કી કરી તૈયારીઓ શરૂ કરવી પડશે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક પૂરી થઈ હતી.બેઠકમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧૦ના નવા ૨૯ કેન્દ્રો નવા મજૂર કરવામાં આવ્યા હતા. ધોરણ ૧૦ની પરીક્ષા ૫ માર્ચ થી શરૂ થશે અને ૧૭ માર્ચના રોજ પૂર્ણ થશે.ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૫ માર્ચ થી ૧૬ માર્ચ સુધી લેવાશે.સામાન્ય પ્રવાહ ધોરણ ૧૨ની પરીક્ષા ૫ માર્ચ શરૂ અને ૨૧ માર્ચના રોજ આ પૂર્ણ થશે. ગત વર્ષ કરતા વહેલા પરીક્ષા, ગત વર્ષે ૭ માર્ચ પરીક્ષા હતી.

7537d2f3

ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૫ માર્ચથી ૧૬ માર્ચ સુધી જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા ૫ માર્ચથી ૨૧ માર્ચે પૂર્ણ થશે. ગત વર્ષ કરતા આ વર્ષે વહેલી પરીક્ષા લેવાઈ રહી છે. ગત વર્ષે ૭મી માર્ચ પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૦ના નવા ૨૯ કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં બે અને સામાન્ય પ્રવાહમાં ૧૧ નવા કેન્દ્રોને  મજૂરી મળી છે.

સરકારે ફરીથી બીજા વર્ષે નવરાત્રી વેકેશન રદ કરતાં પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્રિતિય સત્રના કાર્યના દિવસો બદલાશે. જ્યારે બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૦ ફેબુ્આરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૧૪ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી લેવાશે. આમ એકવાર એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. સરકાર આ વર્ષે નવરાત્રિ વેકેશન આપવાના મૂડમાં નથી.

ધોરણ ૧૦ માં કુલ ૧૦ લાખ ૮૦ હજારથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષ ૧૧ લાખ ૫૯ હજાર વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. આ વર્ષ ૮૦ હજાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ જ પ્રકારે ૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫ લાખ ૨૪ હજાર ૫૭૭ હાલ ઉમેદવારો ફોર્મ ભર્યા છે અને હજુ ૨ જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. આંશિક આંકડો હજુ ૧ હજાર વિદ્યાર્થીઓ વધી શકે તેમ છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ કુલ ૧ લાખ ૪૩ હજાર ૪૦૫ છાત્રો પરીક્ષા આપશે. જેમાં એ ગ્રુપ ના ૫૨ હજાર ૧૬૩ વિદ્યાર્થીઓ, બી ગ્રુપ ના ૯૧ હજાર ૨૧૨ વિદ્યાર્થીઓ અને એ અને બી ગ્રુપ માં ૩૦ વિધાર્થીઓ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.