વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની શુભેચ્છા સાથે મુલ્ય અને જીવનલક્ષી શિક્ષણ અપાયું
રાજકોટ શહેરનાં સામા કાંઠે આવેલી મઝહર કન્યા વિદ્યાલય ખાતે ધો. ૧૦-૧ર ના છાત્રોની વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમમાં છાત્રો-શિક્ષકો સાથે વિવિધ ક્ષેત્રોમાં મહાનુભાવો હાજર રહ્યા હતા. સર્વો મહેમાનોનું બુક દ્વારા સ્વાગત બાદ ધો. ૧૦-૧ર ની છાત્રાઓએ પોતાના પ્રતિભાવમાં શાળાનો સહયોગ સાથે શિક્ષકોનું ઉમદા માર્ગદર્શન મળ્યાની વાત કરીને બોર્ડની પરિક્ષામાં સફળતાનો શ્રેય શાળાને આપ્યો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ આર.ટી. ધનકોટ, શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, સામાજીક કાર્યકર રવિરાજભાઇ ગઢીયા, રૂપસિંહભાઇ ચૌહાણ, શૈફિ હાઇસ્કુલના અમરસિંહ ચંદ્રાલા, આચાર્ય સંઘના મહામંત્રી કે.પી. હિરપરા સહિતના મહાનુભાવો હાજર રહયા હતા.
જાણીતા મોટીવેશન સ્પીકર પિયુષ હિંડોાચાએ છાત્રોને કારર્કીદી લક્ષી વાતો સાથે વેલ્યુબેઝ એજયુકેશનની વાતો કરી હતી. જાણીતા વકતા અરૂણ દવેએ છાત્રોને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત જીવન કલામાં પણ આગળ વધીને વુમન એમ્પાવરમેન્ટની વિશદ્દ છણાવટ કરી હતી.
છાત્રો પ્રતિભાવમાં ધો. ૧૦ ના કાનપરા ભૂમિકા અને ધો. ૧રના છાત્ર ગોંડલીયા ભૂમિએ જણાવેલ કે અમારી સફળતા પાછળ શાળા સંકુલ, સંચાલકો, શાળા સ્ટાફનો વિશેષ ફાળો છે. અમારી શાળા ક્ધયા શાળા હોવાથી અમારા શિક્ષકોનું અમોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપેલ હતું. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં વિવિધ સામાજીક શૈ. સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે. શાળા આસપાસના નગરજનોમાં શાળાની સારી ચાહના મેળવી છે.