આજે ધો 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 સમાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે.
આજે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ https://www.gseb.org/ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.
આ રીતે ચેક કરો તમારું પરિણામ
સ્ટેપ 1- પરિણામ જોવા માટે તમારે વેબસાઇટ gseb.org પર જવું પડશે
સ્ટેપ 2- GSEB વેબસાઈટ પર તમારે આવતીકાલે સવારે 8 વાગ્યા બાદ HSC Result 2022 લીક પર ક્લિક કરવાનું રહેશે, જ્યારે 6 જૂને SSC Result 2022 લિંક પર ક્લિક કરશો
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર (રોલ નંબર) ટાઈપ કરો.
સ્ટેપ 3- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- તમારૂ પરિણામ તમને સ્ક્રીન પર જોવા મળશે
સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ
તમને જણાવી દઈએ કે ગત વર્ષે કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ.2020માં ધો.12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ આવ્યું હતું