આજે ધો.10ના બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જે આ વેબસાઇટ gseb.org ગુજરાત બોર્ડની ધોરણ 10ની SSC પરીક્ષાનું પરિણામ મૂકવામાં આવ્યું છે.ધોરણ 10નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર રજુ કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે, લગભગ 9.72 લાખ વિદ્યાર્થીઓએ GSEB 10th SSC પરીક્ષા આપી હતી. GSEB SSC પરીક્ષા માર્ચ-એપ્રિલમાં યોજાઈ હતી.
ગુજરાત બોર્ડ SSC પરિણામ ગ્રેડિંગ સિસ્ટમ
A1 ગ્રેડ: 90 ટકા અને તેથી વધુ ગુણ
A ગ્રેડ: 80 – 90 ટકા ગુણ
B ગ્રેડ: 70 – 80 ટકા ગુણ
D ગ્રેડ: 40 ટકા કરતા ઓછા ગુણ
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોવિડ મહામારીના કારણે GSEBએ ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને તમામ GSEB SSC વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. 2020માં ગુજરાતમાં 60.64 ટકા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.
ધો.10નું 65.18 ટકા પરિણામ
- વિધાર્થીઓનું 59.92 ટકા જયારે વિધાર્થિનીઓનું 71.66 ટકા પરિણામ
- સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા જયારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 294
- શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 121
- 12090 વિધાર્થીઓએ ?1 ગ્રેડ મેળવ્યો જયારે 52992 વિધાર્થીઓએ ?2 ગ્રેડ મેળવ્યો