૨૮ માર્કસના ૭ દાખલા પાઠ્ય પુસ્તકમાંથી બેઠેબેઠા પુછાયા: ૧૦ માર્કસના કુટ પ્રશ્ર્નોએ હોંશિયાર વિદ્યાર્થીઓને પણ પરસેવો વાળી દીધો
ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ર્અશા અને વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજીનું પેપર: શુક્રવારે ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનનું પેપર
ધો.10માં નોંધાયેલ કુલ 51271 વિદ્યાર્થીઑ રહ્યા હાજર,1196 વિદ્યાર્થી રહ્યા ગેરહાજર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં આજે ધો.૧૦માં ગણીત વિષયનું પેપર હતું. છેલ્લા ૨ વર્ષી અઘરું ગણાતું ગણીતનું પેપર સરળ નીકળ્યું હતું. જો કે આ વર્ષે ગણીતનું પેપર અઘરુ નિકળતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. ગણીતનું પેપર દઈને બહાર નીકળતા વિદ્યાર્થીઓના મોં પર હતાશા જોવા મળી હતી. અમુક પ્રશ્ર્નોએ તો કાયદેસર હોંશિયાર વિદ્યાર્થીને પણ પરસેવો વાળી દીધો હતો અને નબળા વિદ્યાર્થીઓ નાપાસ થાય તેવું પેપર નીકળતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ ચિંતામાં ગરકાવ યા છેે. આજે ધો.૧૦માં ગણીતના પેપર બાદ બપોર પછી ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ર્અ શાનું અને વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજીની વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવતીકાલે એક દિવસ રજા બાદ શુક્રવારે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાનનું પેપર અને કાલે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સવારે એસપી અને બપોરબાદ ભુગોળનું પેપર ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી અને કોમ્પ્યુટરની પરીક્ષા વિદ્યાર્થી આપશે.
રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના ગણીતના પેપરમાં કુલ ૫૧૨૭૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૫૦૦૭૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા અને ૧૧૯૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. ગણીતના પેપરમાં વિદ્યાર્થીઓને પરસેવો છૂટી જાય તેવું પેપર નીકળતા વિદ્યાર્થીઓ ભારે હતાશા પામ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો આજનું ગણીતનું પેપર અઘરુ રહેતા હોશિંયાર વિદ્યાર્થીને પણ ખુબજ મુશ્કેલી પડી હતી. કુલ ૮૦ માર્કના ગણીતના પેપરમાં ૨૮ માર્કના ૭ દાખલા એવા હતા કે જે પાઠય પુસ્તકમાંથી બેઠેબેઠા પુછવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૦ માર્કસના ૩ દાખલાઓ કે જે કુટ પ્રશ્ર્નો હોંશિયાર વિદ્યાર્થીને પણ હંફાવી દીધા હતા. આ ઉપરાંત અન્ય દાખલાઓ ફેરવીને પૂછવામાં આવ્યા હતા. જેી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તજજ્ઞોના જણાવ્યા મુજબ નબળા વિદ્યાર્થીઓ આ વર્ષે વધુ નાપાસ થાય તેવી શકયતા છે. કેમ કે, અમુક દાખલામાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ ગડમલમાં મુકાયા હતા. એકંદરે પેપર ગત ૪ થી ૫ વર્ષની તુલનામાં ખુબજ અઘરું નિકળ્યું હતું.
ધો.૧૦ રાજકોટ જિલ્લામાં એક કોપી કેસ નોંધાયો
ધો.૧૦માં આજે ગણીતનું પ્રશ્ર્નપત્ર હતું. આ પરીક્ષામાં રાજકોટના તપસ્વી સ્કૂલમાં ગેરરીતિ કરતા એક વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. તપસ્વી સ્કૂલમા ખંડ નિરીક્ષકે સીટ નં.૯૫૦૪૮૮૪ નંબરના વિદ્યાર્થીને કાપલી સો ઝડપી લીધો હતો. આ ઉપરાંત આજની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં અન્ય કોઈ કોપીકેસ યો ન હતો. આજે કુલ ૫૧૨૭૧ વિદ્યાર્થીઓ રાજકોટ જિલ્લામાં નોંધાયા હતા. જેમાંથી ૫૦૦૭૫ હજાર રહ્યાં હતા અને ૧૧૯૬ હાજર રહ્યાં હતા.