જેમ માથાના વાળ સફેદ થઇ જાય છે એમ ધણા પુરુષોને દાઢી અને મુછના વાળ પણ સફેદ થઇ જવાની સમસ્યા નડતી હોય છે. નાની ઉંમરે વાળ સફેદ થઇ જાય તો ઘણા બોઇઝ પાસે ક્લીન શેવ રાખવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. પરંતુ જો તમે અહીં આપેલ ટિપ્સ ફોલો કરશો તો તમારા દાઢી અને મૂછના વાળ સફેદ નહી થાય…..
આમળા અને નારિયેલનું તેલ :
આમળાના એક ટુકડાને 2 મોટા ચમચા નારિયેળ તેલમાં નાખી એટલુ ગરમ કરો કે તેનો રંગ બદલાઇ જાય. અને તેલને ઠંડુ કરીને દાઢીના વાળ પર સવાર-સાંજ લગાવીને માલીશ કરો. આમ કરવાથી વાળ સફેદ નહિ થાય.
ગાયના દૂધનું માખણ :
ગાયના દૂધમાંથી બનાવેલ માખણ મૂછ અને દાઢી પર લગાડીને માલિશ કરવાથી વાળ કાળા અને ઘટ્ટ રહેશે.
ખાંડ અને લીંબુનો રસ :
અડધો કપ પાણીમાં 2 ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ મેળવીને મૂછ અને દાઢીના વાળ પર લગાવવાથી વાળ કાળા રહે છે.
ફુદીનાની ચા :
રોજ ફુદીનાવાળી ચા પીવાથી પણ વાળ સફેદ નહિ થાય તેમજ ફુદિનો વાળ માટે ફાયદાકારક ગણાય છે.
અડદની દાળ અને બટેટાનો રસ :
અડધો કપ અડદની દાળ અને એક બટેટાને પીસી લો. આ પેસ્ટ લગાવવાથી દાઢી, મૂછના વાળની ચમક જળવાઇ રહે છે. આથી વાળ સફેદ નથી થતા.
ગુલાબ જળ અને ફટકડી :
એક ટુકડો ફટકડી અને 2 ચમચી ગુલાબજળને મિક્સ કરો લો. તેને નિયમિત દાઢી મૂછ પર લગાવવાથી વાળ કાળા અને ઘટ્ટ રહેશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.